અનુષ્કા શર્મા- વિરાટ કોહલી પર Big Bએ માર્યો જોક, બોલ્યા- 'રંગ હજુ ઉતર્યો નથી..'

News18 Gujarati
Updated: April 4, 2021, 2:02 PM IST
અનુષ્કા શર્મા- વિરાટ કોહલી પર Big Bએ માર્યો જોક, બોલ્યા- 'રંગ હજુ ઉતર્યો નથી..'
બિગ બીનો વિરાટ-અનુષ્કા પર જોક

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ઘણી વખત તેની પોસ્ટ દ્વારા લોકોને હસાવતા હોય છે. હાલમાં તેમણે ફરી એક એવી પોસ્ટ શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)એક્ટર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણાં એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત તેની પોસ્ટ દ્વારા લોકોને હસાવતા હોય છે. હાલમાં તેમણે ફરી એક એવી પોસ્ટ સેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હાલમાં જ તેમણે ફરી એવી પોસ્ટ કરી છે જેમાં તેમણે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્ની એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) પર જોક માર્યો છે.

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ તેમની એક કલરફૂલ તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેમનાં કપડાં પર રંગ લાગ્યો છે. રંગ બે રંગી કપડાની સાથે તેમણે મજેદાર કેપ્શન લખી છે. તેમણે લખ્યું છે કે,'રંગ હજુ ઉતર્યો નથી અને તહેવારનાં જોક્સ બંધ નથી થઇ રહ્યાં. વિરાટ અને અનુષ્કાનું સન્માન કરતાં તેમનાં પર એખ જોક્સ ENGLISH : Anushka has a huge apartment ! हिन्दी: अनुष्का के पास विराट खोली है.'અમિતાભ બચ્ચને એક એવાં વર્ડ પ્લે રમ્યો છે જે મરાઠીમાં બોલનારા તમામ લોકો સમજી જશે. મરાઠી ભાષામાં ખોલીનો અર્થ ઘર થાય છે. એવામાં અમિતાભે મજાકીયા અંદાજ ફેન્સ પંસદ આવી રહ્યો છે. હજુ સુધી અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર વિરાટ કે અનુષ્કા તરફથી કોઇ રિએક્શન આવ્યું નથી. પણ અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઝનાં રિએક્શન જરૂર આવી રહ્યાં છે.

કોરોના વેક્સિનની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન અને તેમનાં પરિવારને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લાગી ગયો છે. ઘરમાં ફક્ત અભિષેક બચ્ચનને કોરોનાની વેક્સિન લાગવાની બાકી છે. અને તમામની તબિયત બિલકુલ સારી છે. તેમને વેક્સિન લગાવ્યા બાદ કોઇ જ તક્લીફ થઇ ન હતી.
Published by: Margi Pandya
First published: April 4, 2021, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading