Good News! KBCની 13મી સિઝન પણ બિગ બી કરશે હોસ્ટ, તૈયારીઓ પુરજોશમાં


Updated: March 20, 2021, 4:00 PM IST
Good News! KBCની 13મી સિઝન પણ બિગ બી કરશે હોસ્ટ, તૈયારીઓ પુરજોશમાં
અમિતાભ બચ્ચન ફરી જોવા મળશે KBCમાં

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ (કેબીસી)માં ભાગ લઈ કરોડો રૂપિયા જીતવાનું સ્વપ્ન અનેક લોકોએ સેવ્યું છે. આ શોએ અનેક રેકોર્ડ સર્જ્યા છે. ઘરે ઘરે લોકચાહના મેળવી છે. થોડા સમય પહેલા જ તેની 12મી સિઝન પુરી થઈ હતી અને હવે 13મી સિઝન માટે તૈયારી પણ શરૂ થઈ ચૂકી છે.

13મી સિઝન માટે તૈયારીઓ

13મી સિઝન માટેની તૈયારીઓ શરૂ થતાં જ ચાહકોમાં ઉત્સાહ છે. બે મહિના પહેલા કેબીસીને 12મી સિઝન પુરી થઈ ગઈ હતી. 13મી સિઝનમાં પણ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ગત સિઝનને જુલાઈની જગ્યાએ સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરાઈ હતી. ભાસ્કરના અહેવાલ મુજબ, આ વખતે ફરીથી મોડું ના થાય તે માટે નિર્માતાઓએ કેબીસીની 13મી સિઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આવતા મહિને રજિસ્ટ્રેશનની જાહેરાત થઈ શકે

વિગતો મુજબ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં નવી સિઝનનું પ્રીમિયર થઈ જાય તેવી ચેનલની ઇચ્છા છે. આવતા મહિને જ અમિતાભ બચ્ચન અને ચેનલ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર રજિસ્ટ્રેશનની જાહેરાત કરી શકે છે.ઓડિયન્સ પોલના સ્થાને વિડીયો અ ફ્રેન્ડ

ગત સિઝનની સરખામણીમાં આ વખતે વધુ ફેરફાર જોવા મળશે નહીં. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે શોની અંદર ઓડિયન્સ નહીં હોય. જેથી ઓડિયન્સ પોલની જગ્યાએ વિડિઓ અ ફ્રેન્ડનો વિકલ્પ સ્પર્ધકને આપવામાં આવશે. 15 સવાલોના સાચા ઉત્તર આપ્યા બાદ સ્પર્ધક સાત કરોડ રૂપિયા જીતી જશે.

ગત સિઝન ખૂબજ સુપરહિટ હતી

ઉલ્લેખનીય છે કે કોન બનેગા કરોડપતિની ગત સિઝન ખૂબ જ સુપર હિટ હતી. કેબીસીની ત્રીજી સિઝન સિવાય તમામ સીઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે. આ શોમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. રજિસ્ટ્રેશન શરૂ થતાં જ લોકો સામાન્ય જ્ઞાનને તેજ કરવા કવાયત હાથ ધરશે.
First published: March 20, 2021, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading