પ્રભુ દેવા અંગે અમાયરા દસ્તૂરે કહ્યું- 'ઓનસ્ક્રીન બીજા ડાન્સર્સને ખરાબ સાબિત કરી દે છે'

News18 Gujarati
Updated: March 5, 2021, 7:37 PM IST
પ્રભુ દેવા અંગે અમાયરા દસ્તૂરે કહ્યું- 'ઓનસ્ક્રીન બીજા ડાન્સર્સને ખરાબ સાબિત કરી દે છે'
પ્રભુ દેવા અને અમાયરા દસ્તુર

અમાયરાએ કહ્યું કે, 'બોલિવૂડ તેમને એક કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર તરીકે જુએ છે. તેમની સાથે કામ કરવું એ અદભુત અનુભવ હતો. તેમણે મને કેમરાના અલગ-અલગ એંગલ્સ અને પરફોર્મન્સ અંગે ઘણી ટિપ્સ આપી હતી

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રભુ દેવાનો ડાન્સ જોઈ તેમના ફેન્સ પાગલ થઇ જાય છે. તેઓ તેમનો કોરિયોગ્રાફી અને એક્ટિંગ માટે ઓળખાય છે. એટલું જ નહીં તેમના કો-સ્ટાર્સ માટે પણ તેમને ડાન્સ કરતા જોવા સપના જેવું હોય છે. ત્યારે હવે બધીરા ફિલ્મમાં પ્રભુ દેવાની (Prabhudeva) કો-સ્ટાર અમાયરા દસ્તૂરે (Amyra Dastur)પણ તેમના ડાન્સની પ્રશંસા કરી છે.અમાયરાએ કહ્યું કે, 'બોલિવૂડ તેમને એક કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર તરીકે જુએ છે. તેમની સાથે કામ કરવું એ અદભુત અનુભવ હતો. તેમણે મને કેમરાના અલગ-અલગ એંગલ્સ અને પરફોર્મન્સ અંગે ઘણી ટિપ્સ આપી હતી, જે મારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઇ હતી.' અમાયરાએ પ્રભુ દેવાની પ્રશંસા કરતા કહ્યું કે, પ્રભુ દેવા એક શાનદાર ડાન્સર છે, તેમની સામે ઓનસ્ક્રીન કોઈપણ ડાન્સર સારો નથી દેખાઈ શકતો.'તેણે વધુમાં કહ્યું કે, ફિલ્મમાં એક ફેન્ટસી સીન છે, જેમાં થોડું ડાન્સ સિક્વન્સ છે. તેણે કહ્યું, 'મને તેમની સાથે ડાન્સ કરવામાં ડર લાગી રહ્યો હતો. તેઓ શાનદાર ડાન્સર છે, તેમની સાથે ડાન્સ કરવો ખુબ મુશ્કેલ છે. તેઓ કોઈપણ ઓનસ્ક્રીન ડાન્સરને ખરાબ સાબિત કરી શકે છે.'

ફિલ્મ બઘીરામાં પ્રભુ દેવા અને અમાયરા દસ્તૂર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ અમાયરાની પહેલી તમિલ ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભુ દેવા સાઈકો કિલરનો રોલ ભજવી રહ્યા છે. જેનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
Published by: Margi Pandya
First published: March 5, 2021, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading