'16-17 લાફા ચોંડી દઈશ..': ફિલ્મ શરૂ ન થતાં અનિલ કપૂરે પરમમિત્ર જેકી શ્રોફને આપી 'ધમકી'

News18 Gujarati
Updated: March 6, 2021, 11:12 PM IST
'16-17 લાફા ચોંડી દઈશ..': ફિલ્મ શરૂ ન થતાં અનિલ કપૂરે પરમમિત્ર જેકી શ્રોફને આપી 'ધમકી'
ફાઈલ તસવીર

જો આપણી ફિલ્મ ક્યારે શરૂ થશે તે નહીં કહે તો પરિંદામાં લગાવી હતી તેમ 16-17 થપ્પડ લગાવી દઈશ.

  • Share this:
મુંબઈઃ જેકી શ્રોફ અને અનિલ કપૂરની (Jackie Shroff and Anil Kapoor) મિત્રતા (friendship) ખૂબ ગાઢ છે. બોલિવૂડની (bollywood) ઘણી ફિલ્મોમાં (film) બન્ને સાથે દેખાયા છે. તાજેતરમાં જ અનિલ કપૂરે સોશિયલ મીડિયા (social media) ઉપર જેકી સાથેનો ફોટો શેર કર્યો હતો. ટ્વિટરની પોસ્ટમાં તેમણે રમુજમાં જેકીએ 16 લાફા મારવાની કરી હોવાની વાત કરી હતી.

અનિલ કપૂરે ફોટાના કેપશનમાં લખ્યું હતું કે, મને @bindasbhidu કહે છે કે, જો આપણી ફિલ્મ ક્યારે શરૂ થશે તે નહીં કહે તો પરિંદામાં લગાવી હતી તેમ 16-17 થપ્પડ લગાવી દઈશ. અન્ય એક પોસ્ટમાં પણ અનિલ કપૂરે જેકીનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ફિલ્મ જલ્દી શરૂ થશે. પટકથા ઉપર કામ ચલી રહ્યું છે.

અનિલ કપૂરે જેકી શ્રોફ અંગે કહ્યું હતું કે, અમને લાગતું અમે સુરક્ષિત હતા. અમે અમારી ઉણપ અને મજબૂત પક્ષને ઓળખાતા હતા. હું જેકીને ઓળખતો હતો. પણ હું જાગૃત હતો. મારામાં જેકી જેટલી સેક્યુએલીટી નહોતી. જેથી અમે એકબીજાના પૂરક હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું

આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા બન્નેના કારણે નિર્માતા અને દર્શકોને એ મળતું હતું જે તેઓ ઇચ્છતા હતા. જે હું નથી કરી શકતો તે જેકી કરશે તેવો મને વિશ્વાસ હતો. જે જેકી નહોતો કરી શકતો તે હું કરી શકતો હતો.આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

આ પણ વાંચોઃ-કારમાં સેક્સ કરવું કપલને ભારે પડ્યું, covid-19 નિયમના ભંગ બદલ અધિકારીએ ફટકાર્યો રૂં.40,000નો દંડ

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયે અનિલ કપૂર પાસે ઘણી ફિલ્મો છે. તે રાજ મહેતાની કોમેડી જુગ જુગ જીયોમાં વરૂણ ધવન, કિયારા અડવાણી અને નીતુ કપૂર સાથે જોવા મળશે. સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ ફિલ્મ'માં પણ તેઓ જોવા મળશે. જેમાં રણબીર કપૂર, પરિણીતી ચોપડા અને બોબી દેઓલ જોવા મળશે.અનિલ કપૂર અને જેકી શ્રોફએ રામ લખન, પરિંદા, રૂપ કી રાની ચોરોં કા રાજા, 1942: એક લવ સ્ટોરી, ત્રિમૂર્તિ, અને શૂટઆઉટ એટ વડાલા સહિત 12 ફિલ્મો કરી છે. તેઓ બન્ને ગાઢ મિત્રો છે.
Published by: ankit patel
First published: March 6, 2021, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading