ANTIM Box Office Collection Day 2 : સલમાન ખાનનો જાદુ બીજા દિવસે પણ ન ચાલ્યો, બસ આટલી જ થઈ કમાણી

News18 Gujarati
Updated: November 28, 2021, 1:02 PM IST
ANTIM Box Office Collection Day 2 : સલમાન ખાનનો જાદુ બીજા દિવસે પણ ન ચાલ્યો, બસ આટલી જ થઈ કમાણી
સલમાન ખાનનો જાદુ બીજા દિવસે પણ ન ચાલ્યો, બસ આટલી જ થઈ કમાણી

ફિલ્મે પહેલા દિવસે લગભગ 4.5 કરોડની કમાણી કરી હતી. બિઝનેસના દૃષ્ટિકોણથી શરૂઆત ધીમી રહી હતી. એવી આશા હતી કે, ફિલ્મ બીજા દિવસે ઘણી કમાણી કરશે

  • Share this:
ANTIM Box Office Collection Day 2 : ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' (Antim : The Final Truth) પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરશે, પરંતુ સલમાન ખાન (Salman Khan)નું સ્ટારડમ પણ ફિલ્મને સારી શરૂઆત અપાવી શક્યું નથી. બાય ધ વે, ફિલ્મે સારી શરૂઆત કરી હતી. ફિલ્મે પહેલા દિવસે લગભગ 4.5 કરોડની કમાણી કરી હતી. બિઝનેસના દૃષ્ટિકોણથી શરૂઆત ધીમી રહી હતી. એવી આશા હતી કે, ફિલ્મ બીજા દિવસે ઘણી કમાણી કરશે. પરંતુ બીજા દિવસે પણ તેની કમાણીમાં ખાસ વધારો થયો ન હતો. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે, આજે એટલે કે રવિવારે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમબેક કરી શકે છે.

ફિલ્મે બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર નિર્માતાઓને નિરાશ કર્યા હતા

સલમાન ખાન (Salman Khan)ની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોઈને એવું માનવામાં આવતું હતું કે, 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' (Antim : The Final Trut) રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દેશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. BoxOfficeIndia.com ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે બીજા દિવસે લગભગ 5.25 થી 5.50 કરોડની કમાણી કરી છે. હવે આ આંકડા પ્રમાણે ફિલ્મની બીજા દિવસે કમાણીમાં કોઈ જંગી ઉછાળો જોવા મળ્યો નથી. ફિલ્મ નિર્માતાઓ માટે એ રાહતની વાત છે કે, બિઝનેસનો આંકડો પ્રથમ દિવસની કમાણીથી નીચે નથી ગયો. હવે બધાની નજર રવિવારની કમાણી પર છે.

સલમાન ખાન અને આયુષ શર્મા (Salman Khan Aayush Sharma) સ્ટારર ફિલ્મની કમાણી પર અસર થવાના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે. એક, જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે 2' આ ફિલ્મના રિલીઝના એક દિવસ પહેલા રિલીઝ થઈ હતી અને બીજું, અક્ષય કુમારની 'સૂર્યવંશી' હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે.

આયુષ શર્મા પહેલીવાર સલમાન સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે

'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'માં સલમાન ખાન પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં પહેલીવાર સલમાન તેના સાળા આયુષ શર્મા સાથે જોવા મળ્યો છે. આયુષે ગેંગસ્ટરનો રોલ કર્યો છે. કોરોના મહામારી બાદ સલમાન ખાનની ફિલ્મ પહેલીવાર સિનેમાઘરોમાં છે. દબંગ ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ ફિલ્મના શરૂઆતના દિવસે દર્શકો તેમજ વિવેચકોએ પ્રશંસા કરી હતી, પરંતુ નેટીઝન્સના એક જૂથે સલમાનની ફિલ્મને બાયકોટ કરવાની વાત કરી હતી. ફિલ્મ વિવેચકોએ યોગ્ય સમીક્ષાઓ આપી છે.આ પણ વાંચોANTIM Box Office Collection Day 1: અપેક્ષા મુજબ ન કરી શકી કમાણી, પહેલા દિવસે આટલી થઈ આવક

આ ફિલ્મમાં સલમાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્મા અને ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર મહિમા મકવાણાની જોડી જોવા મળે છે. મહેશ માંજરેકરે ડાયરેક્ટ કર્યું છે અને સલમાને ખાને પ્રોડ્યૂસ કર્યું છે. આ ફિલ્મ સફળ મરાઠી ફિલ્મ 'મુલશી પેટર્ન'ની રિમેક છે, જેમાં સુપરસ્ટાર સલમાન ખાન એક શીખ પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે.
Published by: kiran mehta
First published: November 28, 2021, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading