'અનુપમા'નાં સમરનાં રિઅલ લાઇફનાં પિતાનું હાર્ટ એટેકથી નિધન, લિફ્ટમાં ચક્કર ખાઇ પડ્યાં

News18 Gujarati
Updated: March 28, 2021, 4:29 PM IST
'અનુપમા'નાં સમરનાં રિઅલ લાઇફનાં પિતાનું હાર્ટ એટેકથી નિધન, લિફ્ટમાં ચક્કર ખાઇ પડ્યાં
પારસ કલનાવતનાં પિતા ભુષણનું નિધન

પારસની માતાના ફોન બાદ તે તુરંત જ પ્રોડક્શન ટીમના એક સભ્યનું બાઈક લઈને હોસ્પિટલ રવાના થયો હતો. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે કારમાં હોસ્પિટલ ગયા હતા. આ ઉપરાંત અન્ય સ્ટાર કાસ્ટ તથા ક્રૂ મેમ્બર્સ પણ હોસ્પિટલ ગયા હતા

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી સિરિયલ 'અનુપમા'માં અનુપમા અને વનરાજનાં દીકરો સમર શાહ એટલે કે ટીવી એક્ટર પારસ કલનાવતના અસલ પિતાનું હાર્ટ અટેકને કારણે 27 માર્ચના રોજ નિધન થઇ ગયુ છે.. જ્યારે પારસના પિતા ભુષણનું નિધન થયું ત્યારે પારસ સિરિયલના સેટ પર શૂટિંગ કરતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પારસના પિતા લિફ્ટમાં હતા અને તેમને અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પારસની માતાએ દીકરાને ફોન કર્યો હતો અને તેઓ ફોન પર જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ફોન પર તેમણે બધી વાત કરી હતી.

પારસની માતાના ફોન બાદ તે તુરંત જ પ્રોડક્શન ટીમના એક સભ્યનું બાઈક લઈને હોસ્પિટલ રવાના થયો હતો. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે કારમાં હોસ્પિટલ ગયા હતા. આ ઉપરાંત અન્ય સ્ટાર કાસ્ટ તથા ક્રૂ મેમ્બર્સ પણ હોસ્પિટલ ગયા હતા. જોકે, દુઃખની વાત એ છે કે પારસ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું. અચાનક જ આ ઘટના બની જતા અનુપમાનાં સેટ પર પણ સૌ કોઇ આધાતમાં હતાં. તેથી થોડાંક કલાકો સુધી શૂટિંગ કરવામાં આવ્યું નહોતું.

પારસ કલનાવતનાં પિતા ભુષણનું નિધન


આપને જણાવી દઇએ કે ફેબ્રુઆરીમાં પારસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પારસે તે સમયે કહ્યું હતું કે તેના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે વાત તેને રાહત આપનારી હતી. તેના પિતાને ડાયાબિટિસનાં દર્દી છે. તેમની એક વખત એન્જિયોગ્રાફી પણ થઇ ગઇ હતી.
Published by: Margi Pandya
First published: March 28, 2021, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading