હવે 'Anupamaa' પણ કોરોનાની ચપેટમાં, શું લીડ એક્ટ્રેસ વગર થશે શૂટિંગ ?

News18 Gujarati
Updated: April 2, 2021, 4:42 PM IST
હવે 'Anupamaa' પણ કોરોનાની ચપેટમાં, શું લીડ એક્ટ્રેસ વગર થશે શૂટિંગ ?
(photo credit: Instagram @RupaliGanguly)

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહેલો શો 'અનુપમા' (Anupamaa)ની લિડ એક્ટ્રેસ રૂપાલી ગાંગૂલી (Rupali Ganguly) પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રુપાલી ગાંગૂલી શોમાં લિડ 'અનુપમા'નો રોલ અદા કરી રહી છે. એવામાં એક્ટ્રેસનો કોવિડ પોઝિટિવ આવ્યા પર શોની શૂટિંગ પર સંકટ આવી ગયો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહારાષ્ટ્ર અને મુંબઇમાં કોરોનાનો કહેર ચાલુ છે. સામાન્ય લોકોની સાથે હવે સેલિબ્રિટીઝ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આલિયા ભટ્ટ, આમિર ખાન, ફાતિમા સના શેખ, આર માધવન, મોનાલીસા જેવાં સેલિબ્રિટીઝ સહિત ઘણાં ટીવી સ્ટાર પણ કોરોની ઝપેટમાં છે. હાલમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ટોપ પર રહેલાં શો અનુપમા (Anupamaa)ની લિડ એક્ટ્રેસ રૂપાલી ગાંગૂલી (Rupali Ganguly) પણ કોરોના પોઝિટિવ આવી છે.

રૂપાલી ગાંગૂલી શોમાં લિડ 'અનુપમા'નો પાત્ર અદા કરે છે. એવામાં એક્‌ટ્રેસનાં કોવિડ પોઝિટવ આવવાથી શોની શૂટિંગ પર સંકટ આવી ગયુ છે. હાલમાં જ શોમાં અનુપમાનો દીકરો બનેલો સમર એટલે કે પારસ કલનાવત (Paras Kalnawat)નાં પિતાનું નિધન થયું છે. જે બાદ તે શોમાં નજર આવતો નથી. હવે શોની લિડ એક્ટ્રેસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(photo credit: Instagram @RupaliGanguly)


આ પહેલાં શોમાં જ રુપાલી ગાંગુલીનાં મોટા દીકરા પારિતોષનો રોલ અદા કરનારા આશીષ મેહરોત્રાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ હાલમાં તે વિદેશ હોવાનો ટ્રેક ચાલી રહ્યો છે. રુપાલીનો રિપોર્ટ આજે સવારે જ આવ્યો છે જેમાં તે પોઝિટિવ આવી છે. રુપાલીને કોરોનાનાં કોઇ જ લક્ષણ ન હતાં. રુપાલી ગાંગુલી ઉપરાંત ટીમનાં અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
Published by: Margi Pandya
First published: April 2, 2021, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading