રુપાલી ગાંગુલીએ આપી કોરોનાને માત, જલ્દી જ શરુ કરશે 'અનુપમા'નું શૂટિંગ

News18 Gujarati
Updated: April 10, 2021, 6:32 PM IST
રુપાલી ગાંગુલીએ આપી કોરોનાને માત, જલ્દી જ શરુ કરશે 'અનુપમા'નું શૂટિંગ
(photo credit: instagram/@rupaliganguly)

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી જગતનાં નંબર વન સીરિયલ અનુપમા (Anupamaa)ની લિડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી (Rupali Ganguly) હાલમાં કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. જે બાદ એક્ટ્રેસ શૂટિંગ સેટથી દૂર હતી. એવામાં રુપાલી ગાંગુલીએ પોતાને સેટથી દૂર કરી લીધી છે. અને દૂર રહીને પણ તે શૂટિંગ કરી રહી હતી. હવે રુપાલી જલ્દી જ સેટ પર પરત આવવા જઇ રહી છે. કારણ કે હવે તેણે કોરોના સામે જંગ જીતી લીધી છે.

રુપાલી ગાંગુલીનો લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એવામાં એક્ટ્રેસ જલ્દી જ શૂટિંગ સેટ પર પરત ફરી શકે છે. રુપાલી ગાંગુલીએ ફરી શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે તે એકાદ બે દિવસમાં શૂટિંગ શરૂ કરશે. રુપાલીની સાથે જ શોમાં તેનાં દીકરાનો રોલ અદા કરતો એક્ટર આશીશ મેહરોત્રા પમ ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરશે.

(photo credit: instagram/@rupaliganguly)


રુપાલી ગાંગુલીને કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે ઘણાં સમયથી શોમાં કર્ફ્યૂનો ટ્રેક ચલાવવાંમાં આવ્યો છે પણ હવે એક્ટ્રેસે કોરોનાને માત આપી દીધી છે. તો જલ્દી જ શોમાં તેની વાપસી થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, અનુપમાની કાસ્ટમાં અત્યાર સુધીમાં રુપાલી ગાંગુલી ઉપરાંત સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે.

આ ઉપરાંત એક્ટ્રેસ તસ્નીમ નેરુરકર (Tassnim Sheikh Nerurukar) અને આશીષ મેહરોત્રા પણ મહામારીની ચપેટમાં આવી ચૂકી છે. શોમાં આશીષ અનુપમાનાં મોટા દીકરાનાં રોલમાં છે તો તસ્નીમ રાખી દવેનાં પાત્રમાં છે.
Published by: Margi Pandya
First published: April 10, 2021, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading