આવુ છે રાજકુમાર રાવનું ઘર, તેના વ્યક્તિત્વ ઝલક ઘરમાં પણ દેખાઇ


Updated: April 6, 2021, 6:05 PM IST
આવુ છે રાજકુમાર રાવનું ઘર, તેના વ્યક્તિત્વ ઝલક ઘરમાં પણ દેખાઇ

  • Share this:
નવી દિલ્હી: લોકપ્રિય વેબ શો "એશિયન પેઇન્ટ્સ વ્હેર ધી હાર્ટ ઇઝ" ની ચોથી સિઝનમાં ભારતની કેટલીક ખ્યાતનામ હસ્તીઓનું જીવન, વ્યક્તિત્વ, કુટુંબિક દ્રષ્ટિકોણ અને પરસ્પર પ્રેમની રજૂઆત જોવા મળે છે.  સિઝનના છઠ્ઠા એપિસોડમાં  રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવ જોવા મળશે. રાજકુમાર રાવે શો દ્વારા દર્શકોને તેનું ઘર બતાવ્યું હતું. રાજકુમાર રાવ શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં આવે છે.

રાજકુમાર રાવની એક્ટિંગ ખૂબ વખાણવા આવે છે. આ ઘર તેના વ્યક્તિત્વ મુજબ એકદમ યોગ્ય છે. આ ઘરની શાંતિ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચેના અંતરને દૂર કરે છે. ઉપરાંત ભૂતકાળ અને વર્તમાનને એક તાંતણે બાંધે છે. રાજકુમાર રાવને ઘરે જ પોતાનું રચનાત્મક કામ કરવું પસંદ છે. તેઓ ગુડગાંવમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા. 16 સદસ્યોના આ પરિવારમાં ઉછેર સાથે બોલિવૂડમાં મેળવેલી સફળતા તેમના માટે માઇલસ્ટોન સમાન છે. દેશના શ્રેષ્ઠ અભિનેતાઓની યાદીમાં રાજકુમાર રાવ સામેલ છે. તેમનું ઘર પણ વ્યક્તિત્વ ખરું ઠેરવે છે.

તેના સ્પ્લિટ લેવલ એપાર્ટમેન્ટમાંના ઉપરના ભાગમાં તેઓ પોતાનો વ્યવસાયિક કામ જુએ છે. તે મકાનના નીચેના ભાગમાં આરામ કરે છે. ઘરની અંદરની વાત કરીએ તો ઘર કલરફુલ છે. સુંદર ડિઝાઇન સાથે ખુબસુરત કલાકૃતિઓથી ઘર સુશોભિત છે. ઘરની સજાવટ વાતાવરણ અનુસાર કરવામાં આવી છે.

એશિયન પેઇન્ટ્સ વ્હેર ધી હાર્ટ ઇઝની ચોથી સીઝનમાં શંકર મહાદેવન, તમન્નાહ ભાટિયા, અનિતા ડોંગરે, સ્મૃતિ મંધાના અને શક્તિ અને મુક્તિ મોહન પણ તેમના ચાહકો માટે દરવાજા ખોલ્યા હતા અને ઘર સાથે જોડાયેલા વિશેષ પાસાઓ શેર કર્યા હતા.

એશિયન પેઇન્ટ્સ વ્હેર ધી હાર્ટ ઇઝની ત્રણ સીઝનમનો 25 કરોડ દર્શકોએ લાભ લીધો હતો. સેલિબ્રિટીઓનો ફિલ્ટર વગરનો લૂક જોવો ચાહકોને ગમ્યો હતો. સિઝન 4માં નવા ઘરમાં ભાવનાત્મક સંબંધો જોવા મળશે.
First published: April 6, 2021, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading