પહેચાન કોન? બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની પત્નીએ પતિ માટે ક્યુટ Video કર્યો છે પોસ્ટ, તમે જોયો?


Updated: March 16, 2021, 8:22 AM IST
પહેચાન કોન? બોલિવૂડના દિગ્ગજ અભિનેતાની પત્નીએ પતિ માટે ક્યુટ Video કર્યો છે પોસ્ટ, તમે જોયો?
થ્રો બેક ફોટોઝમાં આ બંન્ને કોણ છે તે ઓળખલા પહેલી નજરમાં તો મુશ્કેલ થઇ જાય તેવું છે.

થ્રો બેક ફોટોઝમાં આ બંન્ને કોણ છે તે ઓળખલા પહેલી નજરમાં તો મુશ્કેલ થઇ જાય તેવું છે.

  • Share this:
બૉલીવુડ (Bollywood) સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushman Khurana) પોતાની એક્ટિંગથી દર્શકો અને ડાયરેક્ટર્સનું મન મોહી રહ્યા છે. તેઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પર્સનલ લાઈફ માટે પણ સમય કાઢી લે છે. ત્યારે આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપને (Tahira Kashyap) એકબીજાના સહવાસના 20 વર્ષ થયા છે. જેને લઈને તાહિરાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે અને આયુષ્માન ખુરાનાને અભિનંદન પાઠવ્યા છે. આ વીડિયોમાં થ્રોબેક ફોટોઝ દ્વારા તાહિરાએ આયુષ્માન ખુરાના માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. થ્રો બેક ફોટોઝમાં આ બંન્ને કોણ છે તે ઓળખલા પહેલી નજરમાં તો મુશ્કેલ થઇ જાય તેવું છે.

એકબીજા સાથે 20 વર્ષ પૂર્ણ કર્યાની ખુશીમાં તાહિરાએ એક અલગ જ અંદાજમાં આયુષ્માન ખુરાનાને વિશ કર્યું છે. આ વિડીયોમાં તાહિરાએ થ્રોબેક ફોટોઝના માધ્યમથી પોતાની 20 વર્ષની લવલાઈફ બતાવી છે. સાથે જ તેણે વિડીયોમાં ઈમોશનલ કૅપ્શન પણ લખ્યું કે, 'Haters will say it’s so cheesy! Well I have been there too, but it’s amazing to be on this side of the spectrum... such a sucker for love I am😄🙈hopelessly in love with you.'

આયુષ્માને પણ આ પોસ્ટને પોતાની સ્ટોરી પર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે 'આ બધું આપણી 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન શરુ થયું હતું.' ઉલ્લેખનીય છે કે, આયુષ્માન અને તાહિરાએ એકબીજાને ખૂબ લાંબા સમય સુધી ડેટ કર્યા હતા અને અંતે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. જે બાદ બંનેના ઘરે 2 જાન્યુઆરી, 2012ના રોજ પુત્રનો જન્મ થયો હતો. તો પુત્રી વિરુશ્કાનો જન્મ 2014માં થયો હતો.
આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ વચ્ચે જેમ-જેમ સમય આગળ વધે છે, તેમ-તેમ પ્રેમ વધતો જાય છે. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ રાઇટર છે. તાહિરાએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. તાહિરા ફિલ્મ નિર્માતા, રાઇટર અને ઓથર પણ છે. તેણે ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ 'બિટ્ટૂ'થી પોતાની આગવી ઓળખ બનાવી છે.
First published: March 16, 2021, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading