BAFTAએ આપ્યું ઋષિ કપૂર અને ઇરફાનખાનને ખાસ ટ્રિબ્યૂટ, 'ઇન મેમોરિયમ સેગમેન્ટ'માં આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: April 12, 2021, 12:24 PM IST
BAFTAએ આપ્યું ઋષિ કપૂર અને ઇરફાનખાનને ખાસ ટ્રિબ્યૂટ, 'ઇન મેમોરિયમ સેગમેન્ટ'માં આપી શ્રદ્ધાંજલિ
બાફટા ફંક્શનમાં કરાયા યાદ

ઇરફાન ખાન (Irrfan Khan) અને ઋષિ કપૂર (Rishi Kapoor)નું ગત વર્ષે એપ્રિલ મહિનામાં નિધન થઇ ગયુ હતું. દિવંગત એક્ટરને એકેડમી દ્વારા સન્માનિત કરવામાં આવતા ફેન્સ ઇમોશનલ થયા છે અને સોશિયલ મીડિયા પર ખુશી જાહેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 74માં બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA)માં બોલિવૂડનાં દિવંગત એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan) અને ઋષિ કપૂર (Rishi Kapoor)ને ટ્રિબ્યૂટ આપવામાં આવ્યું. એવોર્ડ શોનાં ઇનમેમોરિયમ સેગમેન્ટમાં રવિવારે રાત્રે સમારંભ દરમિયાન બંને એક્ટર્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બંને એક્ટર્સનું નિધન ગત વર્ષે એપ્રિલ મહિનામાં થયુ હતું. દિવંગત એક્ટરને એખેડમી દ્વારા સન્માનિત કરવા પર તેમનાં ફેન્સ ઇમોશનલ થયા છે અને સોશિયલ મીડિયા પર ખુશી જાહેર કરી છે.

BAFTAએ ઇરફાનખાનને સન્માનિત કરવા પર દિવંગત એક્ટરને યાદ કરતાં એક યૂઝરે લખ્યું કે, 'આ જોઇને બહુ ખરાબ લાગે છે કે એક શાનદાર એક્ટર ઇરફાન ખાન આ રીતે દુનિયાને અલવિદા કહી ગયા. તે લંચબોક્સમાં ખુબજ શાનદાર હતાં' તો અન્ય યૂઝરે લખ્યુ- 'BAFTAમાં બંને સ્ટાર્સને ઇનમેમોરિયમ સેગમેન્ટમાં જોઇ મારુ દિલ દુખી થઇ ગયું. '



માલૂમ થાય કે, વર્ષ 2020માં 29 એપ્રિલનાં ઇરફાન ખાનનું નિધન થઇ ગયુ હતું. વર્ષ 2018માં તેઓ ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરથી જંગ લડ્યાં હતાં. તો ઇરફાન ખાનનાં નિધનનાં એક દિવસ બાદ જ ઋષિ કપૂર પણ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.

આ ઉપરાંત જ્યોર્જ સેગલ, બારબરા વિંડસર, ઓલિવિયા ડી હેવિલેડ, સીન કોનરી, યાપેત કોત્તો, ક્રિસ્ટોફર, પ્લમર, ચેડવિક બોસમેન, એલાન પાર્કર, મેક્સ વોન સિડો, અને કિર્ક ડગલસને પણ સમારંભમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તે સમારંભમાં 'ગેમ ઓફ થ્રોન' એક્ટ્રેસ Diana Rigg ને યાદ ન કરવામાં આવતા ઘણાં યૂઝર્સે નારાજગી જાહેર કરી હતી.
Published by: Margi Pandya
First published: April 12, 2021, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading