Corona Positive બપ્પી લહેરીને એક વર્ષથી ફેફસાની સમસ્યા, દીકરાએ આપી Health Update

News18 Gujarati
Updated: April 4, 2021, 12:11 PM IST
Corona Positive બપ્પી લહેરીને એક વર્ષથી ફેફસાની  સમસ્યા, દીકરાએ આપી Health Update
બપ્પી દાને ફેફસાની તક્લીફ

Bappi Lahiri Health Update : બપ્પી લહરી (Bappi Lahiri)નાં દકીરા બપ્પા (Bappa)એ જણાવ્યું કે, તેનાં પિતા ગત એક વર્ષથી ફેફસાની સમસ્યાથી પિડાઇ રહ્યાં છે. આ કારણે બપ્પીનો અવાજ બદલાઇ ગયો છે અને તેમને શરદી ખાંસી અને ગળાની ફરિયાદ રહે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ સિંગર અને મ્યૂઝિક કંપોઝર બપ્પી લહરી (Bappi Lahiri) હાલમાં કોરોના પોઝિટિવ (Covid Positive) આવ્યાં છે. બપ્પી લહેરી હાલમાં બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. આ બધાની વચ્ચે બપ્પી લહેરીનાં દીકરા બપ્પા (Bappa)એ તેનાં પિતાનાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે, એક વર્ષથી તેમને ફેફસાની સમસ્યા છે. જેનો ઇલાજ ચાલી રહ્યો છે. હાલમાં તેમની સ્થિતિ થોડી સુધારા પર છે.

બપ્પી દા (Bappi Da)નાં સ્વાસ્થ્ય અંગે તેનાં દીકરા બપ્પા (Bappa)એ જણાવ્યું કે, અમે તેમની સાથે ફોન પર સતત સંપર્કમાં છીએ. બપ્પાએ કહ્યું કે, કોરોનાનાં શરૂઆતનાં લક્ષણો બાદ અમે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મે ખુબજ ચિંતિત છીએ. ઇ ટાઇમ્સ સાતે વાતચીતમાં તેમણે અમેરિકાથી ભારત પરત આવ્યા બાદ મે વિચાર્યું હતું. થોડા દિવસ પહેલાં સુધી તેઓ હોટલમાં ક્વૉરન્ટિન રહેશે. પણ ત્યારે જ તેને તેનાં પિતા અંગે જાણકારી મળી છે.

બપ્પા લહેરીએ કહ્યું કે, જ્યારે તે ભારત આવતા હતા ત્યારે તેમને આ વાતનો અંદાજો ન હતો તેમણે કહ્યું કે, માતા-પિતા અને પરિવારનું ઇંફેક્શનને રિસ્કથી બચાવવા માટે ભારત આવ્યા બાદ મે આશરે એક અઠવાડિયા એક હોટલમાં રહેવાનો વિચાર કર્યો હતો. જેમ હું હોટલમાં દાખલ થયો, મને બપ્પી દા માટે જાણકારી મળી.

બપ્પાએ વધુમાં જણાવ્યું કે, પિતા ગત એક વર્ષ પહેલાં ફેફસાની સમસ્યાથી પિડાઇ રહ્યાં છે. આ જ કારણ છે કે, બપ્પી દાની અવાજ બદલાઇ ગઇ છે. તેમને ઘણી વખત શરદી ઉધરસ અને ગળાની ફરિયાદ રહે છે.

તેમનાં સ્વાસ્થ્ય અંગે જણાવતા બપ્પાએ કહ્યું કે, તેમની હાલતમાં થોડો સુધારો છે. તે વીડિયો કોલ દ્વારા પરિજનો સાથે વાત કરે છે. બપ્પાએ જણાવ્યું કે, તેમનાં ઇલાજ ડો. ઉદવાડિયા કરી રહ્યો છે. અમે રાહત અનુભવી રહ્યાં છે. કારણ કે તેમની દેખરેખ રાખવામાં આવ્યાં છે.
Published by: Margi Pandya
First published: April 4, 2021, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading