નોરા ફતેહીની આ હરકત પર ભારતી સિંહને આવ્યો ગુસ્સો! સ્ટેજ પર હાથ પકડી ઘસડી, VIDEO

News18 Gujarati
Updated: July 31, 2021, 12:54 PM IST
નોરા ફતેહીની આ હરકત પર ભારતી સિંહને આવ્યો ગુસ્સો! સ્ટેજ પર હાથ પકડી ઘસડી, VIDEO
ભારતી-નોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહી (Nora Fatehi) અને ભારતી સિંહ (Bharti Singh) આમને સામને નજર આવે છે. જે જોયા બાદ આપ આપનું હસવું કંટ્રોલ નહીં કરી શકો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતી સિંહ (Bharti Singh) ટીવીનું તે નામ છે જેની હાજરી આ વાત જણાવે છે. મસ્તીની સાથે કંઇક તો મજેદાર થવાનું છે. હંસી-મજાક અને મશ્કરીની સાથે ભારતી દરેક પળને હાસ્યથી ભરી દે છે. કોમેડિયન ભારતી સિંહ આ દિવસો ડાન્સ દિવાને 3 (Dance Deewane 3) હોસ્ટ કરી રહી છે. સેટ પર તે એકલી નથી પણ પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ની સાથે લોકોને હસાવે છે. પણ હમેશાં લોકોને હસાવનારી ભારતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ગુસ્સાથી લાલ થઇ નોરા ફતેહી (Nora Fatehi)ને સ્ટેજ પરથી ઘસડતી નજર આવે છે.

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે વીડિયોમાં નોરા ફતેહી (Nora Fatehi) અને ભારતી સિંહ (Bharti Singh) આમને સામને નજર આવે છે. બંને હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ની સાથે સુપરહિટ ગીત 'યે મેરા દિલ પ્યાર કા દિવાના' પર ડાન્સ કરતી નજર આવે છે. નોરાની સાથે હર્ષ ચોંટી ટોટીને ડાન્સ કરતાં ભારતીને તે જરાં પણ પસંદ નથી આવતું.

બંનેને ડાન્સ કરતાં જોઇ ભારતી સ્ટેજ પર આવી જાય છે અને બાદમાં ભારતી અને નોરા સાથે ડાન્સ કરવા લાગે છે. તો ડાન્સ કરતાં કરતાં મસ્તી મજાકમાં નોરા અને હર્ષ પડી જાય છે. જે બાદ ભારતી નોરાનો હાથ પકડીને ઘસડીને લઇ જાય છે હર્ષ તેને રોકવાનો પ્રયાસ કરે છે.
View this post on Instagram


A post shared by (@bollykaahanii)


વીડિયોમાં નજર આવે છે કે શોની જજ પણ ત્રણેયનો ડાન્સ જોઇને ખુબજ હંસે છે. વીડિયો ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો ભારતી સિંહ હવે જલ્દી જ કપિલ શર્માની સાથે 'ધ કપિલ શર્મા શો'માં નજર આવશે. ફેન્સને આ શોનો આતુરતાથી રાહ છે. તો નોરા ફતેહીની વાત કરીએ તો 'દિલબર' અને 'ગરમી' ગીતથી ઓળખ બનાવ્યાં બાદ હવે એક્ટ્રેસ તરીકે 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ફિલ્મમાં અજય દેવગણ અને સોનાક્ષી સિન્હાની સાથે નજર આવશે. આ ફિલ્મ 11 ઓગસ્ટનાં રિલીઝ થશે. હાલમાં નોરા ફતેહીનાં ઇન્સ્ટાગ્રામ પર ત્રણ કરોડ ફોલોઅર્સ છે. જેની ખુશીમાં એક્ટ્રેસે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખુબજ ગ્લેમરસ તસવીરો શેર કરી હતી.
Published by: Margi Pandya
First published: July 31, 2021, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading