Big Boss-14ની વિજેતા રુબીના નહીં જોવા મળે ખતરો કે ખેલાડીમાં, નિર્માતાઓની ઓફર ફગાવી


Updated: March 24, 2021, 7:36 PM IST
Big Boss-14ની વિજેતા રુબીના નહીં જોવા મળે ખતરો કે ખેલાડીમાં, નિર્માતાઓની ઓફર ફગાવી
ફાઈલ તસવીર

બિગ બોસ જેવો રિયાલિટી શો જીત્યા બાદ રૂબીના હવે અન્ય કોઈ રિયાલિટી શો કરવા નથી માંગતી. તે પોતાને બ્રેક આપવા માંગે છે.

  • Share this:
મુંબઈઃ બિગ બોસની (Big Boss-14 winner) ટ્રોફી જીતનાર ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક (TV actress Rubina Dilaik) આજકાલ સતત સમાચારોમાં છે. બિગ બોસ પૂરું થયા બાદ રુબીના અને તેનો પતિ અભિનવ શુકલા ખતરો કે ખિલાડીની 11મી (khatron ke khiladi season 11) સીઝનમાં પણ દેખાય તેવી વાતો ચર્ચાતી હતી. ત્યારે હવે રૂબિનાએ ખતરો કે ખેલાડીના નિર્માતાઓની ઓફર ફગાવી આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

મળતી માહિતી મુજબ બિગ બોસ જેવો રિયાલિટી શો જીત્યા બાદ રૂબીના હવે અન્ય કોઈ રિયાલિટી શો કરવા નથી માંગતી. તે પોતાને બ્રેક આપવા માંગે છે. તેને સ્ટંટ આધારિત શોનો ભાગ નથી બનવું.

એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, રૂબીના સાથે તેના પતિ અભિનવ શુક્લાનો પણ ખતરો કે ખેલાડીની 11મી સિઝન માટે સંપર્ક કરાયો હતો. જોકે, હજુ એ નક્કી નથી કે અભિનવ આ શોમાં ભાગ લેશે કે કેમ.

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

બિગ બોસની 14મી સિઝન જીત્યા બાદ રૂબીના અનેક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં પારસ છાબડા સાથે તેનો મ્યુઝિક વિડીયો લોન્ચ થશે. અત્યારે તો રૂબીના મરજાનીયા મ્યુઝિક વિડીયોની સફળતા માણી રહી છે. આ વિડીયોમાં તે પતિ અભિનવ શુકલા સાથે નજરે પડે છે. આ મ્યુઝિક વિડીયોમાં નેહા કક્કરે અવાજ આપ્યો છે.આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

ઉલ્લેખનીય છે કે, બિગ બોસની 14મી સીઝનમાં વિજેતા બન્યા બાદ રૂબીના પાસે કામની કોઈ કમી નથી. તેને એક પછી એક સતત કામ મળી રહ્યું છે. પરિણામે તે ખૂબ વ્યસ્ત છે. હવે તે પોતાના લોકપ્રિય ટીવી શો 'શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી'માં ફરી પરત ફરી રહી છે.



તાજેતરમાં જ રૂબિનાએ પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે તેના ટીવી શોના ગેટઅપમાં જોવા મળી રહી છે. જેના પરથી ફલિત થાય છે કે રૂબીના ફરીથી શક્તિમાં આવી રહી છે.
First published: March 24, 2021, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading