એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha)ની વેબ સીરીઝ 'આશ્રમ' (Aashram)નો પહેલો ભાગ દર્શકોને ખુબજ પસંદ આવ્યો હતો. જેમાં બોબી દેઓલ (Bobby Deol) લીડ રોલમાં નજર આવ્યો હતો. જોકે તે, હીરો નહીં પણ એક વિલનનાં રોલમાં છે. બોબી દેઓળની જબરદસ્ત એક્ટિંગથી આ વેબ સીરીઝ ચર્ચામાં આવી ગઇ. આ સિરીઝનો પહેલો ભાગ આવ્યાં બાદ સૌ કોઇ તેનાં બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં. જે હવે પૂર્ણ થવા જઇ રહ્યો છે.
રિલીઝ થતાની સાથે જ આશ્રમનો બીજો ભાગ 'Aashram Chapter 2'નુ ટ્રેલર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યું છે. એમએક્સ પ્લેયર દ્વારા યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલું આ ટ્રેલર 24 ક્લાકની અંદર 6 લાખથી વધુ વ્યૂઝ મેળવી ચુક્યુ છે. બોબી દેઓળે વેબ સીરીઝ આશ્રમથી વેબ વર્લ્ડમાં ડેબ્યૂ કર્યુ હતું. આશ્રમ OTT પ્લેટફર્મો પર બોબીની પેહીલ સિરીઝ હતી.
આશ્રમ વેબ સીરિઝનો બીજો ભાગ 11 નવેમ્બરનાં રિલીઝ થશે. જેમાં બોબી દેઓલ કાશીપુરનાં બાબા નિરાલાનાં પાત્રમાં નજર આવે છે. તો ટ્વિટર પર એક પક્ષ આ વેબ સિરીઝનો વીરોધ કરે છે. કહેવાય છે કે, આ વેબ સીરિઝ હિન્દૂઓની ધાર્મિક ભાવનાને આહત કરવાનું કામ કરે છે. લોકો તેને અપમાન અને હિન્દૂ ધર્મનું ખોટા પ્રચાર માને છે. જેનાં માટે લોકો ટ્વિટર પર અત્યાર સુધી પ્રકાશ ઝા પર ગુસ્સો જાહેર કરતાં નજર આવી રહ્યાં છે.