અક્ષય કુમારથી લઇ સોનૂ સૂદ સુધી સેલિબ્રિટીઝે ઉત્તરાખંડ હોનારત પર દુ:ખ વ્યક્ત કર્યું

News18 Gujarati
Updated: February 7, 2021, 5:52 PM IST
અક્ષય કુમારથી લઇ સોનૂ સૂદ સુધી સેલિબ્રિટીઝે ઉત્તરાખંડ હોનારત પર દુ:ખ વ્યક્ત કર્યું
બોલિવૂડ સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવેલી ટ્વિટ

બોલિવૂડના સ્ટાર્સ આ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ ઉત્તરાખંડના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોનુ સૂદ, દીયા મિર્ઝા, શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સે ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલી(Chamoli)માં ગ્લેશિયર(Glacier) તુટવાના પગલે ભારે તબાહી સર્જાઈ છે. રેણી (Reni) ગામની નજીક આ ગ્લેશિયલ (Glacier) ફાટતા તબાહી સર્જાઈ છે. આ તબાહીને લઈને ઉત્તરાખંડ સરકારે (Uttarakhand Goverment) હેલ્પલાઈન નંબર (Helpline Number) જાહેર કર્યો છે. ચમોલીમાં ગ્લેશિયલ તુટવાના પગલે ધૌલીગંગા નદીમાં પૂર આવ્યું છે જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ હોનારત પર બોલિવૂડના સ્ટાર્સ આ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ ઉત્તરાખંડના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોનુ સૂદ, દીયા મિર્ઝા, શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સે ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.સોનૂ સૂદે લખ્યું છે કે, 'ઉત્તરાખંડ અમે તમારી સાથે છીએ.'


શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના સમાચાર વાંચીને દુઃખી છું. ત્યાંના લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું.'

દિયા મિર્ઝાએ પર્વતો પર થતી વિવિધ કામગીરી પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને હેલ્પલાઈન નંબર શૅર કરીને કહ્યું હતું, 'હિમાલયમાં બહુ બધા ડેમ બનાવવાને કારણે આમ થયું છે. ચમોલીના લોકો માટે પ્રાર્થના. મહેરબાની કરીને મદદ માટે ઈમરજન્સી સેન્ટરના નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરો.'અક્ષય કુમારે કહ્યું હતું, 'ઉત્તરાખંડના ગ્લેશિયર તૂટવાની તસવીરો ભયાવહ છે. દરેકની સલામતી માટે પ્રાર્થના.'ગીતકાર પ્રસૂન જોષીએ પોસ્ટ કર્યું હતું, 'આશા છે કે ઉત્તરાખંડના ચમોલી તથા અન્ય જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા બાદ લોકો સુરક્ષિત હશે અને કોઈનો જીવ ના ગયો હોય. લોકો, અધિકારીઓ તથા બચાવ દળ માટે પ્રાર્થના કરું છું.'રવિ કિશને પણ ટ્વિટ કરીને લખ્યું છે કે, ચમોલી જિલ્લાનાં રૈણી ગામમાં ગ્લેશિયર ફાટવાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુક્સાન થયુ છે. હરિદ્વાર સુધી પૂરનો ખતરો, એલર્ટ જારી, પૂર પ્રભાવિત ક્ષેેત્રનાં નાગરિકોને અનુરોધ છે કે પોતાનું ધ્યાન રાખે દૂરી બનાવી રાખે.
Published by: Margi Pandya
First published: February 7, 2021, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading