બોલીવુડ એક્ટર્સે ઠુકરાવ્યા હોલીવુડ ફિલ્મોમાં મેજર રોલ! શાહરૂખ, ઐશ્વર્યા, હ્રતિકનું નામ પણ શામેલ


Updated: September 7, 2021, 12:19 AM IST
બોલીવુડ એક્ટર્સે ઠુકરાવ્યા હોલીવુડ ફિલ્મોમાં મેજર રોલ! શાહરૂખ, ઐશ્વર્યા, હ્રતિકનું નામ પણ શામેલ
હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ શાહરૂખ ખાનને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

અનેક બોલીવુડ સેલેબ્સે હોલીવુડ ફિલ્મો (Hollywood Film)માં કામ કર્યું છે. જેમાં ઈરફાન ખાન, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણના નામ શામેલ છે. જોકે, કેટલીક વાર બોલીવુડ સેલેબ્સ હોલીવુડ ફિલ્મો કરવાની ના પાડી દે છે.

  • Share this:
નવી દિલ્લી:  અનેક બોલીવુડ સેલેબ્સે હોલીવુડ ફિલ્મો (Hollywood Film)માં કામ કર્યું છે. જેમાં ઈરફાન ખાન, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણના નામ શામેલ છે. જોકે, કેટલીક વાર બોલીવુડ સેલેબ્સ હોલીવુડ ફિલ્મો કરવાની ના પાડી દે છે. શાહરુખ ખાને (Shahrukh Khan) હોલીવુડ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની ઓફર ઠુકરાવી હતી. તો હ્રતિક રોશને હોલીવુડ ફિલ્મ ‘પિંક પેન્થર’ કરવાની ના પાડી દીધી હતી. અહીં કેટલાક બી-ટાઉન એક્ટર્સ વિશે જણાવવામાં આવ્યું છે, જેમણે હોલીવુડ ફિલ્મમાં મુખ્ય રોલ (Major Role) ભજવવાની ના પાડી દીધી હતી.

શાહરૂખ ખાનને બોલીવુડનો બાદશાહ ગણવામાં આવે છે, સમગ્ર વિશ્વમાં અનેક લોકોને શાહરૂખ ખાનની એક્ટિંગ ખૂબ જ પસંદ છે. હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ શાહરૂખ ખાનને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે, ડેની બોયલની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’માં ક્વિઝમાસ્ટરના પાત્ર માટે અનિલ કપૂર પહેલા શાહરૂખ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શાહરૂખે આ અંગે જણાવ્યું કે, આ શોનો હોસ્ટ થોડો ચીટ હતો. તેમણે પહેલેથી જ એક શો કર્યો હતો. આ કારણોસર તેમણે વિચાર્યું કે, જો તેઓ આ રોલ કરશે, તો લોકોને એમ લાગશે કે તેઓ આ જ કામ કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ અનેક હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલમાં તે અનેક ફિલ્મોના શુટીંગમાં વ્યસ્ત છે. ‘Immortals’ ઈમોર્ટલના પાર્ટ માટે પ્રિયંકા ચોપરાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે સમયે પ્રિયંકા ફિલ્મ ‘7 ખૂન માફ’ના શુટીંગમાં વ્યસ્ત હોવાને કારણે આ ઓફરની નકારી દીધી હતી.

હોલીવુડ ફિલ્મ ‘પ્રોવોક્ડ’, ‘બ્રાઈડ એન્ડ પ્રેજડિસ’ અને ‘પિંક પેન્થર 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન હોલીવુડ ફિલ્મોમાં ખૂબ જ પ્રચલિત બની ગઈ છે. હોલીવુડ એક્શન ફિલ્મ ‘ટ્રોય’માં ઐશ્વર્યાને હાઈ પ્રિસ્ટેસ બ્રિસિસના રોલ માટેની ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં બ્રેડ પિટે અકિલીઝનું પાત્ર ભજવ્યું હતું. વોલ્ફગેંગ પિટરસને ડાયરેક્ટ કરેલ આ ફિલ્મમાં વધુ પડતા ઈન્ટિમેટના દ્રશ્યો કરવા માટે તે કમ્ફર્ટેબલ ન હોવાથી તેણે આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી.

છેલ્લા ઘણા સમયથી હ્રતિક રોશન (Hritik Roshan) હોલીવુડ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આ બાબત અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હ્રતિકને ફિલ્મ ‘પિંક પેન્થર 2’માં વિસેંટનો રોલ કરવાની ઓફર આપવામાં આવી હતી. આ ફિલ્મ માટે ઐશ્વર્યાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. હ્રતિકે બિઝી શિડ્યુલના કારણે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો: અક્ષય કુમાર સેલ્ફી લેવાં આવી ફેન સાથે થયો RUDE! યૂઝર્સે કહ્યું- આટલો એટીટ્યૂટ કઇ વાતનો છે?બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) હોલીવુડમાં સૌથી પહેલા ફિલ્મ ‘XXX: Return of Xander Cage' કરી હતી. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે ‘Fast & Furious 7’ માટે દીપિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, અભિનેત્રી અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહી હોવાને કારણે તેણે આ ઓફર સ્વીકારી ન હતી. એર ન્યૂઝ પોર્ટલને આપેલ ઈન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું છે કે, તેમને આ નિર્ણય અંગે કોઈ જ અફસોસ નથી.
Published by: kuldipsinh barot
First published: September 7, 2021, 12:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading