સામે આવ્યો રાજામૌલીની RRRમાં અજય દેવગનનો First Look, બર્થડે પર ફેન્સને આપી સરપ્રાઈઝ


Updated: April 2, 2021, 9:39 PM IST
સામે આવ્યો રાજામૌલીની RRRમાં અજય દેવગનનો First Look, બર્થડે પર ફેન્સને આપી સરપ્રાઈઝ
અજય દેવગન

તમને જણાવી દઈએ કે અજય દેવગન સાથે આલિયા ભટ્ટ પણ આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ મોશન પોસ્ટરમાં અજય દેવગન યુદ્ધના મેદાનમાં લોકો સાથે ઉભેલો દેખાય છે

  • Share this:
લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી રાજામૌલીની ફિલ્મ RRRના નિર્માતાઓએ અજય દેવગનના બર્થડે પર ફિલ્મમાં તેમના રોલનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દીધો છે. અગાઉ નિર્માતાઓએ રામ ચરણ, આલિયા ભટ્ટ અને જુનિયર એનટીઆરનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. ત્યારે હવે ફીલ્લ્મ અજય દેવગનનો લૂક રિલીઝ કરતા સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, 'LOAD... AIM... SHOOT...'

તમને જણાવી દઈએ કે અજય દેવગન સાથે આલિયા ભટ્ટ પણ આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ મોશન પોસ્ટરમાં અજય દેવગન યુદ્ધના મેદાનમાં લોકો સાથે ઉભેલો દેખાય છે. આ દરમિયાન અજય દેવગન બોલી રહ્યા છે, લોડ, નિશાન લગાવો અને મારો. તેમજ વીડિયોના અંતમાં અજય દેવગન શાલ હટાવીને પોતેએ સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા RRR ફિલ્મના નિર્માતાઓએ આલિયા ભટ્ટનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. આ ફિલ્મ ફિક્શનલ સ્ટોરી પર આધારિત છે, જેને 1920ના દર્શક એટલે કે દેશની આઝાદી પહેલાના સમયની બનાવાઈ છે.

મળતી માહિતી મુજબ, આ ફિલ્મની વાર્તા બે સ્વતંત્રતા સેનાની અલુરી સીતારામ રાજૂ અને કોમરમ ભીમ પર આધારિત છે. ત્યારે દર્શકો આ ફિલ્મની રિલીઝ અંગે ખૂબ આતુર છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગન, રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન બાહુબલી ફેમ એસએસ રાજામૌલીએ કર્યું છે. જેને લઈને ફિલ્મ પાસેથી દર્શકોને ખૂબ આશા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મ 13 ઓક્ટોબર 2021ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
First published: April 2, 2021, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading