અક્ષય કુમારને પણ થયો કોરોના, સંપર્કમાં આવેલા તમામને કરી ટેસ્ટ કરાવવાની અપીલ

News18 Gujarati
Updated: April 4, 2021, 10:16 AM IST
અક્ષય કુમારને પણ થયો કોરોના, સંપર્કમાં આવેલા તમામને કરી ટેસ્ટ કરાવવાની અપીલ
ફાઇલ તસવીર

  • Share this:
દેશભરમાં (India) કોરોનાની બીજી લહેર (corona econd wave) કહેર મચાવી રહી છે. દેશમાં કોરોના વાયરસના (coronavirus) સંક્રમણના આંકડા રોજ નવા રેકોર્ડ બનાવે છે. ત્યારે તેમાંથી બોલિવૂડ  (Bollywood) પણ કઇ રીતે બાકાત રહી શકે. આમિર ખાન, આલિયા ભટ્ટ બાદ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) પણ કોરોના પોઝિટિવ થયા છે. સોશિયલ મીડિયા પર ટ્વિટ (Tweet) કરીને તેમણે આ જાણકારી આપી છે.

અક્ષય કુમારે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, આજે સવારે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના નિયમો પાળીને મેં તરત જ મારી જાતને આઇસોલેટ કરી લીધી છે. હું હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન થયો છું. મારા સંપર્કમાં જે કોઇપણ આવ્યું હોય તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે અને કાળજી રાખજો. બહું જ જલ્દી પરત ફરીશ.

અક્ષય કુમાર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'રામસેતુ'ની શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તે પોતાની શૂટિંગમાંથી બ્રેક લઇને ઘરે જ ક્વૉરન્ટીન થયા છે. અક્ષયે થોડા દિવસ પહેલા જ ફિલ્મમાં તેના લુકની પ્રથમ તસવીર શેર કરી હતી.

વકરી રહ્યો છે કોરોના, મેના અંત સુધીમાં 1.4 કરોડની પાર જઇ શકે છે આંકડો: રિસર્ચ

જેમાં લખ્યું હતુ કે, મારી અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ્સમાંથી એક અને ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઇ ગયું છે. #RamSetu શૂટિંગની શરૂઆત. એક આર્કિયોલોજિસ્ટનો પાત્ર ભજવી રહ્યો છું. લુક અંગે તમારા મત વિશે જાણવા માગીશ. આ હંમેશા મારી માટે મહત્વ રાખે છે.

Video: હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી તો પણ ઓપરેશન ચાલુ રાખીને ડૉક્ટરોએ બચાવ્યો દર્દીનો જીવ

અક્ષયની આ પોસ્ટ બાદ ફેન્સ તેને ઘણાં રિસ્પોન્સ આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ફિલ્મની સમગ્ર કાસ્ટ રામસેતુના મુહૂર્ત શૂટ માટે અયોધ્યા પહોંચી હતી. જેક્લિન ફર્નાન્ડિસ, નુસરત ભરુચા અને સમગ્ર ટીમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. અભિષેક શર્માના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામસેતુ ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલી છે.
Published by: Kaushal Pancholi
First published: April 4, 2021, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading