વિવાદોની વચ્ચે અક્ષય કુમારની ફિલ્મ Laxmmi Bombનું નામ બદલાયું, હવે થયું 'લક્ષ્મી'

News18 Gujarati
Updated: October 29, 2020, 6:20 PM IST
વિવાદોની વચ્ચે અક્ષય કુમારની ફિલ્મ Laxmmi Bombનું નામ બદલાયું, હવે થયું 'લક્ષ્મી'
લક્ષ્મી

  • Share this:
હાલ બોલિવૂડના અનેક ફિલ્મોના નામને લઇને અને તેમની સ્ટોરી લાઇને વિવાદો થઇ રહ્યા છે. તેવામાં હાલમાં અક્ષય કુમાર (Akshay Kumar)ની આવનારી ફિલ્મ લક્ષ્મી બોમ્બ (Laxmmi Bomb)ના નામને લઇને પણ હાલ જોરદાર વિવાદ થયો હતો. અનેક લોકોએ ફિલ્મના નામ સાથે હિંદુઓની ભાવના આહત થતી હોવાની વાત કરી હતી. આમ રીલિઝ પહેલા જ આ ફિલ્મ વિવાદમાં સપડાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ દીવાળીના દિવસે રીલિઝ થવાની છે. ત્યારે લોકોના ભારે વિવાદ પછી મેકર્સે આ ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. અને હવે તે લક્ષ્મી બોમ્બના (Laxmi Bomb) બદલે ખાલી લક્ષ્મી (Laxmi) રાખવામાં આવ્યું છે.

અક્ષય કુમારની આ મોસ્ટ વોન્ટેડ અને મચ અવેટેડ ફિલ્મને લઇને દર્શકો પણ લાંબા સમયથી ઉત્સુક છે. પણ જેવું આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું તેવું જ તેને લઇને વિવાદ થયો. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક અલગ જ અવતારમાં નજરે પડશે. અને તેમના આ અવતારના કારણે તેમના બહુ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે. પણ લક્ષ્મી બોમ્બ નામ હોવાના કારણે હિંદુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા મામલે લોકોએ તેનો વિરોધ કર્યો હતો. હવે રાધવ લોરેન્ડને આ ફિલ્મ માટે સેંસરનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. સ્ક્રીનિંગ પછી મેકર્સ CBFC સાથે વાતચીત થઇ હતી.

આ વાતચીત દરમિયાન દર્શકોની ભાવનાને સન્માન આપતા ફિલ્મના પ્રોડ્યૂસરે શબીના ખાન, તુષાર કરુક અને અક્ષય કુમારે નક્કી કર્યું કે આ ફિલ્મનું નામ બદલી દેવામાં આવે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે અને હવે તેનું નામ લક્ષ્મી (Laxmi) કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કિયારા અડવાણી પણ છે. અને આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર 9 નવેમ્બરના રોજ રીલિઝ થશે.
Published by: Chaitali Shukla
First published: October 29, 2020, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading