હ્રિતિક રોશને સાઈન કરી વધુ એક ફિલ્મ, 'વિક્રમ વેધા'ની રીમેકમાં ખાન સાથે થશે ટક્કર


Updated: March 27, 2021, 5:30 PM IST
હ્રિતિક રોશને સાઈન કરી વધુ એક ફિલ્મ, 'વિક્રમ વેધા'ની રીમેકમાં ખાન સાથે થશે ટક્કર
બોલીવુડ ન્યુઝ

હ્રિતિક રોશને અગાઉથી જ બે મૂવી સાઈન કરી છે અને હવે સમાચાર મળી રહ્યાં છે કે હ્રિતિક ત્રીજી મૂવી માટે પણ તૈયારી કરી રહ્યો છે.

  • Share this:
બોલિવૂડના ચાર્મિંગ સ્ટાર હ્રિતિક રોશન(Hrithik Roshan) કોરોના લોકડાઉન બાદ ફૂલ ટૂ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. હ્રિતિક રોશને અગાઉથી જ બે મૂવી સાઈન કરી છે અને હવે સમાચાર મળી રહ્યાં છે કે હ્રિતિક ત્રીજી મૂવી માટે પણ તૈયારી કરી રહ્યો છે.

કઈ મૂવી સાઈન કરી?

હ્રિતિક રોશને સાઉથની સુપરહિટ મૂવી વિક્રમ વેધા (Vikram Vedha)ની હિન્દી રીમેક માટે ડાયરેક્ટરો જોડે હાથ મિલાવ્યો છે. અહેવાલ અનુસાર આ ફિલ્મમાં રિતિક એક વિલનની ભૂમિકા ભજવશે.

ખાન સાથે ટક્કર :

હ્રિતિક રોશને સાઈન કરેલ મૂવી વિક્રમ વેધામાં સૈફ અલી ખાન પણ(Saif Ali Khan) છે. હ્રિતિક રોશન અને સૈફ અલી ખાનની જોડી ફેન્સ માટે એક શાનદાર ટ્રીટ હશે. પિંકવિલાની રીપોર્ટ અનુસાર પુષ્કર અને ગાયત્રીની જોડીએ બનાવેલ તમિલ ભાષાની મૂવી વિક્રમ વેધાની હિન્દી રીમેક બનાવવા માટે સૈફ અલી ખાનની સામે વિલન માટે હ્રિતિક રોશનને સ્ટારકાસ્ટ કરાયો છે.

આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા અભિનેતા આ હિન્દી ફિલ્મમાં એક ખૂંખાર ગેંગસ્ટર વેધાની ભૂમિકા નિભાવતો જોવા મળશે. હ્રિતિકે આ કિરદાર ભજવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે બોડી લેંગ્વેજ, લૂક, ડિકશન અને ફિલ્મના અન્ય કામ વિશે ચર્ચા કરી છે.

રીપોર્ટ અનુસાર હ્રિતિક આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ આ વર્ષે ઉનાળામાં શરૂ પણ થઈ જશે.

આ પણ વાંચોસાવધાન! ભારતમાં આ વર્ષે પડશે ભયંકર જીવલેણ ગરમી, વૈજ્ઞાનિકોના સંશોધનમાં ડરાવે તેવો દાવો

જોકે એક સાથે ત્રણ-ત્રણ મૂવી હોવાથી હ્રિતિકનું ફોક્સ ટાઈમ મેનેજમેન્ટ પર છે અને તે ખાસ કરીને તારીખો પર કામ કરી રહ્યો છે. જેથી તે દરેક મૂવી શિડ્યુઅલ પર પૂર્ણ કરી શકે.

અન્ય કઈ મૂવી છે રિતિકના હાથમાં?

રિતિકના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે દીપિકા સાથે ટૂંક સમયમાં રૂપેરી પડદે જોવા મળશે. ફિલ્મ 'ફાઇટર'માં દીપિકા પાદુકોણ સંગ હ્રિતિક રોશન હશે. આ સિવાય તે મધુ મન્ટેનાની ફિલ્મ 'રામાયણ' અને 'યુદ્ધ'ની સિક્વલ મુદ્દે પણ લાઈમલાઈટમાં છે.
First published: March 27, 2021, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading