આ શખ્સના કારણે હવે લગ્ન કરવા માંગે છે કંગના રનૌટ!

News18 Gujarati
Updated: January 9, 2020, 8:21 AM IST
આ શખ્સના કારણે હવે લગ્ન કરવા માંગે છે કંગના રનૌટ!
પંગા ઉપરાંત થલાઇવી પણ ટૂંક સમયમાં પડદા પર જોવા મળશે.

કંગના રનૌટે કહ્યું કે, મને લાગી રહ્યું છે કે હું હવે લગ્ન કરી શકીશ

  • Share this:
મુંબઈ : બૉલિવૂડ (Bollywood)ના એક શખ્સે અંતે કંગના રનૌટ (Kangana Ranaut)ને લગ્ન કરી ઘર વસાવવા માટે મનાવી લીધી છે અને આ વ્યક્તિ પોતે પણ પરિણીત છે. આ વાંચીને તમને એમ લાગ્યું હશે કે કંગનાને પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો છે, તો આપને જણાવી દઈએ કે કંગના અહીં બીજું કોઈ નહીં પરંતુ ફિલ્મકાર નિતેશ તિવારી (Nitesh Tiwari)ની વાત કરી રહી છે, જે તેની આગામી ફિલ્મ પંગા (Panga)ની ડાયરેક્ટર અશ્વિની અય્યર તિવારી (Ashwiny Iyer Tiwari)ના પતિ છે.

ફિલ્મીબીટ ડૉટ કૉમના રિપોર્ટ મુજબ, કંગનાએ ડેક્કન ક્રાનિકલ સાથે વાતચીતમાં કહ્યું કે, આશંકા વગર જણાવું તો મેં હંમેશા અનુભવ્યું કે પોતાના સ્તરના કોઈ વ્યક્તિને શોધવા મુશ્કેલ છે. જોકે, નિતેશ તિવારીને મળ્યા બાદ અને તેમના પરણિત જીવનમાં સૌહાદ્રપૂર્ણ અને પ્રેમ જોઈ, લગ્ન વિશેનો મારો વિચાર બદલાઈ ગયો. તે પોતાની પત્નીનું ખુલ્લા દિલે સમર્થન કરે છે. મને લાગી રહ્યું છે કે હું હવે લગ્ન કરી શકીશ.

નોંધનીય છે કે, કંગના રનૌતની ફિલ્મ પંગા 24 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીની સાથે તેનો ક્લેશ થશે. કંગના ઉપરાંત રિચા ચઢ્ઢા, નીના ગુપ્તા, જસ્સી ગિલ અને પંકજ ત્રિપાઠી પણ છે.
કંગનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો પંગા ઉપરાંત થલાઇવી પણ ટૂંક સમયમાં પડદા પર નજર આવશે. આ ફિલ્મમાં કંગનાએ તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો રોલ અદા કર્યો છે. આ ફિલ્મ જયલલિતાની બાયોપિક છે. ફિલ્મ 26 જૂન 2020ના રોજ રીલિઝ થશે.

આ પણ વાંચો, દીપિકા પાદુકોણ પછી અજય દેવગણે આપ્યું JNU હિંસા પર આ મોટું નિવેદન
Published by: Mrunal Bhojak
First published: January 9, 2020, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading