રિહાનાએ ખેડૂત આંદોલનને લઈ સવાલ પૂ્છયો તો કંગનાએ કહ્યું- ‘અમે તમારી જેમ બેવકૂફ નથી’

News18 Gujarati
Updated: February 3, 2021, 9:11 AM IST
રિહાનાએ ખેડૂત આંદોલનને લઈ સવાલ પૂ્છયો તો કંગનાએ કહ્યું- ‘અમે તમારી જેમ બેવકૂફ નથી’
સોશિયલ મીડિયા પર રિહાના અને કંગનાના ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

કંગનાનો રિહાનાને જવાબ- ‘આ ખેડૂતો નથી પરંતુ આતંકવાદી છે, જે ભારતના ભાગલા પાડવા માંગે છે’

  • Share this:
મુંબઈઃ ખેડૂત આંદોલન (Farmers Protest)ને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. કૃષિ કાયદાઓને (New Agri Laws) લઈ ખેડૂતો અને કેન્દ્ર સરકારની વચ્ચે સહમતિ નથી સધાઈ રહી. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને દિલ્હીની સરહદોથી હટવાનું નામ લથી લઈ રહ્યા. 26 જાન્યુઆરીએ જે કંઈ પણ લાલ કિલ્લા પર થયું, તેનાથી ખેડૂત આંદોલનની દિશા બદલાઈ ગઈ. પરંતુ સરકાર પોતાના નિર્ણયથી પાછળ હટવા તૈયાર નથી. બીજી તરફ, ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના હક લઈને રહેશે. ખેડૂતોના આંદોલનને લઈ બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs) પણ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હિમાંશી ખુરાના, સોનુ સૂદ, દિલજીત દોસાંજ, સ્વરા ભાસ્કર સહિત અનેક સેલેબ્સ આ આંદોલનનું સમર્થન કરતા આવ્યા છે. બીજી તરફ કંગના રનૌટ (Kangana Ranaut) આ સેલેબ્સ પર ભડકતી જોવા મળી છે. હાલમાં જ પોપ સિંગર રિહાના (Rihanna)એ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરતાં સવાલ કર્યો તો પંગા ક્વીને તેનો જવાબ આપ્યો છે.

પોપ સિંગર રિહાના (Rihanna)એ ટ્વીટર પર એક ન્યૂઝ શૅર કર્યા છે, જેમાં ખેડૂત આંદોલનના કારણે પ્રભાવિત ઇન્ટરનેટ સેવાનો ઉલ્લેખ છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ખેડૂત આંદોલને કારણે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે રિહાનાને ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે માહિતી મળી તો તે પણ ચૂપ ન રહી શકી. રિહાનાએ ન્યૂઝ આર્ટિકલને શૅર કરતાં કેપ્શનમાં લખ્યું- આપણે આ વિશે વાત કેમ નથી કરી રહ્યા? #FarmersProtest


આ પણ વાંચો, બજેટની ઘોષણા બાદ સેલરી અને રિટાયરમેન્ટ સેવિંગ્સ પર પડશે બમણો માર, જાણો કેટલી થશે અસર

રિહાનાના ટ્વીટને જોઈ કંગના ભડકી ગઈ એન તેણે ટ્વીટને રિટ્વીટ કર્યું અને લખ્યું કે, આ વિશે કોઈ પણ વાત એટલા માટે નથી કરી રહ્યું, કારણ કે આ ખેડૂતો નથી પરંતુ આતંકવાદી છે, જે ભારતના ભાગલા પાડવા માંગે છે. જેથી ચીન જેવા દેશ અમારા રાષ્ટ્ર પર કબજો જમાવી લે અને યૂએસએ જેવી ચાઇનીઝ કોલોની બનાવી દે. તું શાંત બેસ બેવકૂફ. અમે લોકો તમારા જેવા મૂર્ખ નથી જે અમારા દેશને વેચી દઈએ.
આ પણ વાંચો, SBI YONOના 3.45 કરોડ યૂઝર્સને શોપિંગ પર મળશે 50% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે લાભ

સોશિયલ મીડિયા પર બંનેના ટ્વીટ્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બંનેના પ્રશંસકો પણ આ મામલા પર પોતપોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા. આવું પહેલી વાર નથી જ્યારે કંગનાએ આ પ્રકારે કોઈને ખેડૂત આંદોલન વિશે ઘેર્યા હોય. ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહેલા સેલેબ્સની પણ તેણે સોશિયલ મીડિયા ટીકા કરી છે.
Published by: Mrunal Bhojak
First published: February 3, 2021, 9:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading