કંગનાએ સુશાંત સિંહ રાજપૂત પર આપ્યું મોટું નિવેદન- 'આત્મહત્યા નહીં, તેનું પ્લાન મર્ડર થયું છે!'

News18 Gujarati
Updated: June 15, 2020, 6:44 PM IST
કંગનાએ સુશાંત સિંહ રાજપૂત પર આપ્યું મોટું નિવેદન- 'આત્મહત્યા નહીં, તેનું પ્લાન મર્ડર થયું છે!'
કંગનાએ તે તમામ લોકો પર પ્રહાર કર્યો છે જે સુશાંતની મોતને કાયરતા કહી રહ્યા છે.

કંગનાએ તે તમામ લોકો પર પ્રહાર કર્યો છે જે સુશાંતની મોતને કાયરતા કહી રહ્યા છે.

  • Share this:
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)એ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. કંગનાએ તે તમામ લોકો પર પ્રહાર કર્યો છે જે સુશાંતની મોતને કાયરતા કહી રહ્યા છે. જે લોકોએ સુશાંતની આત્મહત્યાને નશા સાથે જોડી નિવેદન આપ્યું છે તેને કંગનાએ આડે હાથે લીધા છે. કંગનાની ટીમ તરફથી ટ્વિટર પર નાખેલા એક વીડિયામાં કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પર નિશાન સાંધતા ત્યાં સુધી કહી દીધુ કે આ કોઇ સુસાઇડ નહીં પણ એક પ્લાન મર્ડર છે.

કંગનાએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત અનેક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે આ ઇન્ડસ્ટ્રી તેમને સ્વીકારી નથી રહી. જ્યારે કે તે સતત સારી ફિલ્મો કરી રહ્યા હતા. કંગનાએ તે પણ કહ્યું કે સુશાંતની પહેલી ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેને સન્માન નથી આપ્યું. આ પછી એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી કે છિછોરેને પણ તે સન્માન નથી મળ્યું, જે મળવું જોયતું હતું. જ્યારે ગલી બૉય જેવી વાહિયાત ફિલ્મને આટલા બધા એવોર્ડ આપવામાં આવ્યા.

કંગનાએ કહ્યું કે સુશાંતને આ ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ કામ કર્યા પછી તે સન્માન ના મળ્યો જેનો તે હકદાર હતો. કંગનાએ તે પણ આરોપ લગાવ્યો કે સુશાંતની પાસેથી કોઇ સુસાઇડ નોટ નથી મળી કારણ કે તે એક પ્લાન મર્ડર હતું. કારણ કે આજે પણ મને લોકો મેસેજ કરે છે કે ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે તું કોઇ તેવું ખોટું પગલું ના ઉઠાવતી. આ રીતના મેસેજનો શું મતલબ છે? કેમ મારા મગજમાં સુસાઇડ કરવા જેવી વાત નાંખવામાં આવે છે?

કંગનાએ આરોપ લગાવ્યો કે બહુ લોકોને સંજય દત્તનો એડિક્શન ક્યૂટ લાગે છે જ્યારે ઇન્ડસ્ટ્રીની બહારથી આવતા લોકોને લઇને સ્ટોરી બનાવવામાં આવે છે. તેણે કહ્યું કે કેમ તેના નામ પર 6 કેસ દાખલ કરવામાં આવ્યા જેથી કે પરેશાન રહે!ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના ઘરે ફાંસીથી લટકીને આત્મહત્યા કરી લીધી. કંગના રનૌત જે વાત પર ઇશારો કરી રહી છે તેવી જ કંઇક વાત રાજનેતા સંજય નિરુપમે પણ કરી છે. તેમણે ટ્વિટર કરીને લખ્યું કે છિછોરે પછી સુશાંત સિંહ રાજપૂત પાસેથી સાત ફિલ્મો છણવી લેવામાં આવી? તેમણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નિષ્ઠુરતાને લઇને અનેક સવાલ ઊભા કર્યા
આ પણ વાંચો : ખાલી અદભૂત એક્ટર જ નહીં કુશળ બિઝનેસમેન બનવા માટે, સુશાંતે શરૂ કર્યો આ Business
Published by: Chaitali Shukla
First published: June 15, 2020, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading