કંગના પર લાગ્યો ડ્રગ્સ લેવાનો આરોપ, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ

News18 Gujarati
Updated: September 8, 2020, 4:11 PM IST
કંગના પર લાગ્યો ડ્રગ્સ લેવાનો આરોપ, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
કંગના અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી

એક ઇન્ટરવ્યૂમાં અધ્યને આરોપ લગાવ્યો છે કે તેણે કંગનાને ડ્રગ્સ લેતી દેખી છે.

  • Share this:
કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેનાની વચ્ચે ચાલી રહેલ વાક યુદ્ધ હવે વધી રહ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકારે કંગના રનૌતની ડ્રગ્સ કનેક્શનમાં તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે કંગનાના એક્સ બોયફેન્ડ અધ્યયન સુમનના એક જૂના ઇન્ટરવ્યૂ આધાર પર હવે કંગનાના ડ્રગ્સ લે છે કેમ તેની તપાસ થશે.

શિવસેનાના નેતા સુનીલ પ્રભુ અને પ્રતાપ સરનાયકે અધ્યયનના જૂના ઇન્ટરવ્યૂની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપી છે. જેનો જવાબ આપતા મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે કંગના રનૌતનો અધ્યયન સુમન સાથે સંબંધ હતો. તેમના એક ઇન્ટરવ્યૂમાં અધ્યને આરોપ લગાવ્યો છે કે તેણે કંગનાને ડ્રગ્સ લેતી દેખી છે. અને તે તેને પણ બળજબરી મુજબ ડ્રગ્સનું સેવન કરાવતી હતી.આ પછી સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ આ મામલે તપાસ કરશે.

વધુ વાંચો : Big News: NCBએ રિયા ચક્રવર્તીની કરી ધરપકડ, જાણો - પાંચ મોટી વાતો

કંગના રનૌત હાલમાં જ મુંબઇની તુલના પાક અધિકૃત કાશ્મીર સાથે કરી હતી. જે પછી કંગના અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું હતું. કંગનાના આ નિવેદન પછી શિવસેનાના નેતા સંજય રાઉત કંગનાની મુંબઇ ન આવવાની સલાહ આપી હતી.

કંગનાએ જાહેરાત કરી છે કે તે 9 સપ્ટેમ્બર મુંબઇ આવશે અને જેની હિંમત હોય તે તેને રોકી બતાવે આ વચ્ચે 7 તારીખે ગૃહ મંત્રાલયે કંગનાની સુરક્ષાને દેખતા તેની વાય પ્લસ સિક્યોરિટી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કંગનાએ જ એક ટ્વિટ કરીને બોલીવૂડના અનેક જાણીતા અભિનેતાઓના ડ્રગ્સ મામલે ટેસ્ટ લેવાની વાત કહી હતી.
Published by: Chaitali Shukla
First published: September 8, 2020, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading