ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરવા હિલ સ્ટેશન પહોંચી Katrina Kaif, જોઇ લો ક્લિક કરીને મસ્ત તસવીર

News18 Gujarati
Updated: December 8, 2022, 3:30 PM IST
ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરવા હિલ સ્ટેશન પહોંચી Katrina Kaif, જોઇ લો ક્લિક કરીને મસ્ત તસવીર
કેટરીના મસ્ત લાગી રહી છે

katrina kaif and Vicky Kaushal celebrate first wedding anniversary: કેટરીના અને વિક્કી કૌશલ હાલમાં ફર્સ્ટ એનિવર્સરીના સેલિબ્રેશનમાં લાગી ગયા છે. આ માટે કેટરીનાએ એક મસ્ત તસવીર શેર કરી છે. આ તસવીર જોતાની સાથે જ કેટરીનાના ફેન્સ ખુશ થઇ ગયા છે.

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ Katrina Kaif અને Vicky Kaushal  9 ડિસેમ્બર 2022ના રોજ એમની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ દિવસને ખાસ બનાવવા માટે કપલે અનેક પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. પહેલી એનિવર્સરીને ખાસ બનાવવા માટે કેટરીના અને વિક્કી ભીડભાડથી દૂર પહાડોની વચ્ચે મજા કરવા માટે પહોંચી ગયા છે. હાલમાં જ કેટરીના કૈફે એના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં ખૂબસુરત નજારો જોવા મળી રહ્યો છે. કેટરીનાએ એની ક્રેડિટ એના પતિ વિક્કી કૌશલને આપી છે. કેટરીનાની ખૂબસુરત તસવીર જોઇને ફેન્સ એના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: આ સુપર બોલ્ડ તસવીરો જોઇને પાણી-પાણી થઇ જશો

ઉલ્લેખનીય છે કે, કેટરીના કૈફની આ મસ્ત તસવીર પતિ વિક્કી કૌશલે ક્લિક કરી છે. તસવીરમાં કેટરીના કૈફ જીન્સ અને લૂઝ સ્વેટમરમાં જોવા મળી રહી છે. કેટરીનાને ફરી એક વાર ખુલ્લા કપડામાં જોતા ફેન્સને એ પ્રેગનન્ટ છે એમ લાગી રહ્યું છે. જો કે આ સમાચાર કેટલા સાચા એ તો સમય જ બતાવશે. જો કે અત્યાર સુધીમાં કેટરીના અને વિક્કી તરફથી કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યુ નથી.

નોંધનીય છે કે કેટરીના કૈફ અને વિક્કી કૌશલે 9 ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા પછી આ કપલ પોતાની લાઇફને મસ્ત રીતે એન્જોય કરી રહ્યા છે. સોશિયલ મિડીયા પર વિક્કી-કેટરીના એક સાથે અનેક વાર પોતાની તસવીરો શેર કરતા રહે છે. આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: આ સ્ટાર્સે કેમિયો રોલથી દર્શકોનું જીતી લીધુ દિલ

વિક્કી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીએ તો એ ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે ગોવિંદા મેરા નામમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ભૂમિ પેડનેકર વિક્કીની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે અને કિયારા અડવાણી એની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી રહે છે. શશાંક ખૈતાનના નિર્દેશનમાં બનેલી આ કોમેડી ડ્રામા ફિલ્મ ઓટીટી પ્લટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર 16 ડિસેમ્બર 2022ના રોજ સ્ટ્રીમ થવાની છે.








View this post on Instagram






A post shared by Katrina Kaif (@katrinakaif)






આમ, જો કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ફોન ભૂતમાં જોવા મળી હતી અને આવનારા સમયમાં કેટરીના કૈફ ટાઇગર 3માં સલમાન ખાનની સાથે જોવા મળશે. આ સિવાય કેટરીના કૈફ ફિલ્મ મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.






Published by: Niyati Modi
First published: December 8, 2022, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading