ન્યૂયોર્કમાં બેસીને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે PM Caresમાં આપ્યું મોટું દાન

News18 Gujarati
Updated: March 31, 2020, 12:39 PM IST
ન્યૂયોર્કમાં બેસીને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે PM Caresમાં આપ્યું મોટું દાન
પ્રિયંકા ચોપરા અને નિક

આ સાથે જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે અન્ય લોકોને પણ ડોનેશન આપવા અપીલ કરી છે.

  • Share this:
બોલિવૂડ (Bollywood)થી હોલિવૂડમાં જઇ ચૂકેલી અને હાલ ગ્લોબલ આઇકોન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) વિદેશમાં બેસીને પણ ભારતીયો માટે એક સરાહનીય કામ કર્યું છે. ન્યૂયોર્કમાં રહી રહેલી પ્રિયંકા ચોપરાનું હદળ હંમેશા હિંદુસ્તાન માટે ધબકતું રહે છે. આ જ કારણે પ્રિયંકા ચોપરાએ કોરોના વાયરસના આ કપરા સમયમાં PM Cares ફંડમાં દાન કરી મદદ માટે હાથ લંબાવ્યો છે. સાથે જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના PM Cares ફંડમાં અન્ય લોકોને પણ દાન કરવાની અપીલ કરી છે.

પ્રિયંકાએ થોડા સમય પહેલા જ એક પોસ્ટ કરીને આ ડોનેશન અંગે જાણકારી આપી છે. પ્રિયંકા વધુમાં લખ્યું છે કે "દુનિયામાં અનેક લકોને આજે અમારા સહારાની જરૂરિયાત છે. આ મારા અને નિક માટે પણ જરૂરી હતું કે અમે તેવી સંસ્થાઓને ડોનેટ કરીએ જે ગરીબ, બેધર અને ડોક્ટરની મદદમાં આવે. સાથે અમે મ્યૂઝિક અને મનોરંજન ઇન્ડસ્ટ્રીના અમારા સહકર્મીઓની પણ મદદ કરીશું. સાથે જ અમે તમને પણ નાણાં દાનમાં આપવાની અપીલ કરીએ છીએ. કોઇ પણ રકમ નાની નથી હોતી ભલે તે એક ડોલર જ કેમ ના હોય. આપણે સાથે મળીને આ બદલાવ લાવી શકીએ છીએ."
View this post on Instagram

The world needs our help more than ever. These organizations are doing amazing work by helping those impacted by #Covid19. They are feeding the hungry (including children out of school), supporting doctors and first responders, helping low income and homeless communities, and supporting our colleagues in the entertainment industry. Nick and I have already donated to these charities: @unicef, @feedingamerica, @goonj, @doctorswithoutborders, @nokidhungry, @give_india, and @sagaftra, #IAHV, @friends_of_aseema, and #PMCares Fund. Thank you for everything you are doing. They need your support too, and we would implore you to donate as well. I have linked to each org with a swipe up in my stories...no donation is too small. Together we can help the world beat this. ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે અનેક સંગઠનો અને એનજીઓમાં દાન કરી ચૂકી છે. પ્રિયંકાએ યુનિસેફ ગૂંજ, ડોકટર્સ વિધાઉટ બોર્ડર, પીએમ કેર્યસ જેવી સંસ્થાઓમાં ડોનેટ કર્યું છે. જો કે પ્રિયંકા ચોપરા પહેલા ભારતમાં અનુષ્કા શર્મા, અક્ષય કુમાર, કરણ જોહર, વરુણ ધવન, ભૂમિ પેડણેકર જેવા અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ મોટી રકમ દાન કરી ચૂક્યા છે. જેમાં અક્ષય કુમારે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ ડોનેટ કર્યા છે.
Published by: Chaitali Shukla
First published: March 31, 2020, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading