રણબીર કપૂરને થયો કોરોના! કાકા રણધીર કપૂરે કહ્યુ- ‘હા, તેની તબિયત ખરાબ છે...’

News18 Gujarati
Updated: March 9, 2021, 9:08 AM IST
રણબીર કપૂરને થયો કોરોના! કાકા રણધીર કપૂરે કહ્યુ- ‘હા, તેની તબિયત ખરાબ છે...’
રણબીર કપૂરની તબિયત ઠીક નથી. (ફાઇલ તસવીર)

પિન્કવિલાના રિપોર્ટ મુજબ રણબીર કપૂર હાલ ક્વૉરન્ટિન છે અને આરામ કરી રહ્યો છે

  • Share this:
મુંબઈ. કપૂર પરિવાર (Kapoor Family)ની ચિંતાઓ ફરી એક વાર વધી ગઈ છે. બોલિવૂડ (Bollywood) એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) હાલના દિવસોમાં બીમાર છે. અહેવાલ છે કે માતા નીતૂ કપૂર (Neetu Kapoor) બાદ તે પણ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણનો શિકાર બની ગયો છે. રણબીર હાલ ક્વૉરન્ટિન છે અને આરામ કરી રહ્યો છે. રણબીરની બીમારીના અહેવાલો સામે આવ્યા બાદ તેના કાકા રણધીર કપૂર (Randhir Kapoor)એ આ સમર્ગ મામલા પર પડદો ઉઠાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, હા આ સાચું છે કે રણબીર કપૂર બીમાર છે.

કોરોના વાયરસ સામે લડવા માટે કોવિડ-19ની વેક્સીન (Covid-19 Vaccine) આવી ગઈ છે, પરંતુ હજુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. વેક્સીન લોકો લઈ રહ્યા છે, પરંતુ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. અહેવાલ છે કે રણબીર કપૂર પણ કોવિડ-19 સામે જંગ લડી રહ્યા છે. પિન્કવિલાના રિપોર્ટ મુજબ રણબીર હાલ ક્વૉરન્ટિન છે અને આરામ કરી રહ્યો છે.

આ પણ વાંચો, જસપ્રીત બુમરાહ 14-15 માર્ચે ગોવામાં કરશે લગ્ન, આ યુવતી સાથે લેશે 7 ફેરા- રિપોર્ટ

રણબીરની બીમારીને લઈ જ્યારે તેના કાકા રણધીર કપૂર સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, રણબીરની તબિયત ઠીક નથી, પરંતુ એ જાણવા નથી મળ્યું કે તેને કોરોના સંક્રમણ છે કે નહીં. રણધીર કપૂરે વધુમાં કહ્યું કે, હું હાલમાં શહેરથી બહાર છું.

આ અહેવાલ બાદ પ્રશંસકોની ચિંતા આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અયાન મુખર્જી (Ayan Mukerji) માટે વધી ગઈ છે. કારણ કે હાલમાં જ આલિયા-અયાન બંનેને બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીરની સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ દેવી કાલીના આશીષ પણ લીધા હતા.

આ પણ જુઓ, Ind vs Eng: ટેન્શન દૂર કરવા માટે બાળક બન્યા પંત અને રોહિત, ધવને શૅર કર્યો ‘તોફાની વીડિયો’આ પહેલા રણબીરની માતા, એક્ટ્રેસ નીતૂ કપૂર પણ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના શૂટિંગ દરમિયાન કોરોના વાયરસનો શિકાર થયા હતા. આ દરમિયાન તેમના કો-એક્ટર વરૂણ ધવન પણ કોવિડ-19 પોઝિટિવ થયા હતા. વરૂણ ઉપરાંત અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અર્જુન કપૂર, મલાઇકા અરોરા સહિત અને સેલેબ્સ કોરોના સામે જંગ લડી ચૂક્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ અગત્યની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે અને તેને ત્રણ પાર્ટમાં બનાવવાની વાત કહેવામાં આવી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: March 9, 2021, 9:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading