સલમાન ખાનની ઈદ પર રિલિઝ થનારી ફિલ્મ ‘Radhe’ કોરિયન ફિલ્મથી પ્રેરિત, જાણો Inside Story

News18 Gujarati
Updated: January 28, 2021, 12:40 PM IST
સલમાન ખાનની ઈદ પર રિલિઝ થનારી ફિલ્મ ‘Radhe’ કોરિયન ફિલ્મથી પ્રેરિત, જાણો Inside Story
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ બાદ ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ પણ કોરિયન એક્શન ડ્રામા ફિલ્મથી પ્રેરિત

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ બાદ ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ પણ કોરિયન એક્શન ડ્રામા ફિલ્મથી પ્રેરિત

  • Share this:
મુંબઈઃ બોલિવુડના ફેન્સમાં સલમાન ખાન (Salman Khan)ની ઈદ (Eid 2021) પર રિલિઝ થનારી ફિલ્મને લઈને ઘણો ક્રેઝ જોવા મળતો હોય છે, પણ નવા વર્ષની શરૂઆતમાં જ સલમાન ખાને ફેન્સને ઈદ પર “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” (Radhe: Your Most Wanted Bhai) ફિલ્મની ભેટ આપી દીધી છે. આ ફિલ્મને લઈને અત્યારથી જ લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. સમાચારોનું માનીએ તો સલમાન ખાનની આ ફિલ્મ એક કોરિયન ફિલ્મ (Korean Film)થી પ્રેરિત હોવાનું જણાવાઈ રહ્યું છે.

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ એક એક્શન ડ્રામા છે જેની વાર્તા કોરિયન ફિલ્મ ‘ધ આઉટલોજ’થી પ્રેરિત છે. ‘આઉટલોજ’ એક ફૂલ પેક્ડ એક્શન ડ્રામા ફિલ્મ છે. આ પહેલા પણ 2019માં રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ (Bharat)ની સ્ટોરી પર કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’થી પ્રેરિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફિલ્મ તે વર્ષની હીટ ફિલ્મોમાંની એક હતી.

આ પણ જુઓ, VIDEO: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વિજય શંકરે વૈશાલી સાથે લીધા સાત ફેરા, જુઓ લગ્નના વીડિયો

તમને જણાવી દઈએ કે સાઉથ કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રી એક બીજાની સ્ટોરીથી પ્રેરિત થઈ રહી છે. સાઉથ કોરિયન ફિલ્મોમાં બોલિવુડના ઈમોશનલ લવ ડ્રામા જોવા મળે છે તો હિંદી સિનેમામાં સાઉથ કોરિયન એક્શન ડ્રામાની અસર જોવા મળે છે.

આ પણ વાંચો, લગ્ન અંગેના સમાચારો પર બોલી શ્રદ્ધા કપૂર, ‘અત્યારે મારી પાસે આ બધા માટે સમય નથી’
બોલિવુડની ફિલ્મો જેમકે જિંદા(ઓલ્ડ હોય), આવારાપન (અ બિટર લાઈફ), મર્ડર 2 (ધ ચેસર), જજ્બા (સેવન ડેઝ), એક વિલન (આઇ સો ધ ડેવિલ), તીન (મોંટાજ), દો લફ્ઝોં કી કહાની (ઓલવેઝ) અને રોકી (ધ મેન ફ્રોમ નો વેર) ઓફિશિયલ કે નોન ઓફિશિયલ કોરિયન એડોપ્શન જ છે.
Published by: Mrunal Bhojak
First published: January 28, 2021, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading