જાણકારી મુજબ ક્રાઇમ બ્રાંચની એક ટીમે શુક્રવારે મોડી રાતે એક પાંચ સ્ટાર હોટલમાં દરોડા પાડ્યા હતા. અને ગ્રાહક તરીકે એક પોલીસ કર્મીને હોટલમાં મોકલવામાં આવ્યો હતો.
મુંબઇ (Mumbai)ની ઉપનગરી ગોરેગાંવ (Goregaon)ની એક પાંચ સ્ટાર હોટલમાં ચાલી રહેલા દેહ વેપાર રેકેટ (Sex Racket)નો પોલીસે પર્દાફાશ કર્યા છે. આ કેસમાં પોલીસે એક બોલિવૂડ એક્ટ્રેસ સમેત ત્રણ યુવતીઓની પકડી છે. આરોપીઓ વિરુદ્ધ પોલીસે ભારતીય દંડ સહિતા દ્વારા દેહ વેપાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે. જાણકારી મુજબ ક્રાઇમ બ્રાંચની એક ટીમે શુક્રવારે મોડી રાતે એક પાંચ સ્ટાર હોટલમાં દરોડા પાડ્યા હતા.
અને ગ્રાહકની રીતે એક પોલીસ કર્મીને હોટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે સેક્સ ડિલર્સ જોડે વાત કરી હતી. તે પછી પોલીસે દરોડો પાડીને 3 મહિલાઓને છોડાવી હતી. પોલીસે જે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે તેમાંથી એક બોલિવૂડ એક્ટ્રેસ છે. તેની પર મોટી મોટી હોટલમાં દેહ વેપાર માટે બોલિવૂડ અને ટીવી જગતથી જોડાયેલી એક્ટ્રેસ મોકલવાનો પણ આરોપ છે.
આરોપ છે કે બોલિવૂડની એક ઇન્ટરનેશનલ બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલની આર્ટીસ્ટ પણ આ હોટલમાં દેહ વેપાર કેસમાં પકડાઇ છે. આ લોકોએ 10 લાખ રૂપિયામાં ડિલ્સ ફિક્સ કરી હતી. પણ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરીને આ મામલે ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મુંબઇ પોલીસે આવી મોટી હોટલમાંથી બોલિવૂડ અને ટીવીમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીઓને પકડી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. અનેક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ આ પ્રકારના કામમાં ફસાય જાય છે. અને ધણીવાર ફિલ્મો કે સીરીયલોમાં તેમના નામ નોંધવાના બદલે પોલીસ સ્ટેશનના ચોપડે તેમના નામ નોંધાય છે.
બીજી તરફ હાલ મુંબઇ પોલીસ દ્વારા બોલીવૂડ અને ડ્રગ્સ કનેક્શન પર પણ એક્શન લેવામાં આવી રહ્યો છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સની કનેક્શન બહાર આવતા જ NCB સમેત પોલીસ આ મામલે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ અને નવી માહિતી બહાર પાડી રહ્યા છે. જે પછી બોલિવૂડના કાળી બાજુ પણ છતી થઇ છે.
આ કેસમાં પણ આજ રીતે બોલિવૂડની કાળી બાજુ ઉજાગર થઇ છે. નોંધનીય છે કે આ એક્ટ્રેસના પકડાયા પછી પોલીસે આ મામલે વધુ જાણકારી મેળવવા તપાસ શરૂ કરી છે. અને આ સિવાય અન્ય કેટલા લોકો આ દેહ વેપારના ઘંઘામાં જોડાયેલા છે તે અંગે પણ જાણકારી પોલીસ મેળવી રહી છે.