ઇન્ટરનેટ પર લીક થઇ તાપસી પન્નુની 'થપ્પડ', Box Office પર પડશે અસર

News18 Gujarati
Updated: February 29, 2020, 9:58 AM IST
ઇન્ટરનેટ પર લીક થઇ તાપસી પન્નુની 'થપ્પડ', Box Office પર પડશે અસર
તાપસી પન્નુ

ફિલ્મની વાર્તા અમૃતા અને તેના પતિ વિક્રમના જીવન પર આધારીત છે.

  • Share this:
તાપસી પન્નુ (Taapsee Pannu), પવેલ ગુલાટી, દિયા મિર્ઝા, માનવ કૌલ, કુમુદ મિશ્રા અને રત્ના પાઠક શાહ સ્ટારર ફિલ્મ 'થપ્પડ' (Thappad) શુક્રવાર એટલે કે 28 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રીલિઝ થઇ હતી. ઘરેલુ હિંસા પર આધારીત આ ફિલ્મની ફેન્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ફિલ્મમાં તાપસી પન્નુએ એક તેવી હાઉસ વાઇફનો રોલ ભજવે છે જેનું જીવન ખાલી એક થપ્પડથી હલી જાય છે. ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયા પછી દર્શકોએ તાપસીની થપ્પડને લઇને ખૂબ એક્સાઇટેડ હતા. પણ રિલિઝના એક દિવસ પહેલા આ ફિલ્મ ઇન્ટરનેટ પર લીક થઇ ગઇ. જેની સીધી અસર બોક્સ ઓફિસ (Box office) પર પડી છે.

આ ફિલ્મને ઓનલાઇન પાઇરેસી વેબસાઇટ તમિલરોકર્સે લીક કરી છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે ફિલ્મની રિલીઝ પછી તમિલરોકર્સે તેને લીક કરી હોય. આ પહેલા તમિલરોકર્સે ફિલ્મ છપાક, દબંગ 3, કેસરી અને ભારત જેવી અનેક ફિલ્મો ઇન્ટરનેટ પર લીક કરી ચૂક્યા છે. જેની અસર કલેક્શન પર પડશે. ફિલ્મ થપ્પડનું બજેટ 22 કરોડનું છે. ફિલ્મ ભારતના 2300થી વધુ અને ઓવરસીઝ 400 સ્કીન્સ પર રિલિઝ કરવામાં આવી છે.
ફિલ્મની વાર્તા અમૃતા અને તેના પતિ વિક્રમના જીવન પર આધારીત છે. અમૃતા એક હાઉસ વાઇફ છે. તે વિક્રમ એક સારી કંપનીમાં કામ કરી છે. એક પાર્ટીમાં વિક્રમ અમૃતાને બધાને સામે થપ્પડ મારે છે. જે પછી અમૃતા અપમાનિત અનુભવે છે. તે કંઇ કહેતી નથી પણ વિક્રમને પણ પોતાની ભૂલનો અહેસાસ નથી થતો. અને તે પછી અમૃતા વિક્રમને તલાક માટે કોર્ટમાં અરજી નાંખે છે.

થપ્પડના મેકર્સે હાલમાં જ સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ પછી ફિલ્મના લોકોએ ખુબ વખાણ કર્યા હતા. જો કે બીજી તરફ ટ્વિટર પર #BoycottThappad હેશટેગ પણ ચાલી રહ્યું છે. કેમ કે મુંબઇમાં એન્ટી સીએએ રેલીમાં તાપસીએ હાજરી આપી હતી. ત્યારે હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી હિટ રહે છે તે જોવાનું રહ્યું.
Published by: Chaitali Shukla
First published: February 29, 2020, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading