જ્યારે પરવીન બોબીના કારણે કબીર બેદીએ પત્નીનું નામ બદલવાની ડિમાંડ કરી, પત્નીએ ગુસ્સામાં જુઓ કેવું કર્યું?


Updated: April 13, 2021, 9:51 PM IST
જ્યારે પરવીન બોબીના કારણે કબીર બેદીએ પત્નીનું નામ બદલવાની ડિમાંડ કરી, પત્નીએ ગુસ્સામાં જુઓ કેવું કર્યું?
તેમણે આ ઓટોબાયોગ્રાફીમાં પરવિન બાબી સાથેના નજીકના સંબંધોનો ખુલાસો પણ કર્યો છે, સાથે ઓટોબાયોગ્રાફીમાં તેમની પ્રથમ પત્ની પ્રોતિમા સાથેના નિષ્ફળ લગ્નજીવનની વાતનો પણ ઉલ્લેખ કર્યો

તેમણે આ ઓટોબાયોગ્રાફીમાં પરવિન બાબી સાથેના નજીકના સંબંધોનો ખુલાસો પણ કર્યો છે, સાથે ઓટોબાયોગ્રાફીમાં તેમની પ્રથમ પત્ની પ્રોતિમા સાથેના નિષ્ફળ લગ્નજીવનની વાતનો પણ ઉલ્લેખ કર્યો

  • Share this:
નવી દિલ્હી : 'નામમાં શું રાખ્યું છે' તે વાક્ય ક્યાંકને ક્યાંક સાંભળ્યું હશે. પરંતુ ઘણા લોકો નામ પ્રત્યે ખૂબ ગંભીર હોય છે. પોતાના નામ તો ઠીક બીજાના નામ સાથે પણ તેમને વાંધો હોય છે. આવું જ એકટર કબીર બેદીના કિસ્સામાં જોવા મળ્યું છે. કબીર બેદી સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલ: ધી ઈમોશનલ જર્ની ઓફ ધ એકટર નામની ઓટોબાયોગ્રાફીના કારણે ચર્ચામાં છે. જેમાં તેમણે પોતાની જિંદગી સાથે જોડાયેલા અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે આ ઓટોબાયોગ્રાફીમાં પરવિન બાબી સાથેના નજીકના સંબંધોનો ખુલાસો પણ કર્યો છે. આ ઉપરાંત કબીર બેદીએ ઓટોબાયોગ્રાફીમાં તેમની પ્રથમ પત્ની પ્રોતિમા સાથેના નિષ્ફળ લગ્નજીવનની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં કબીર બેદીએ જણાવ્યું હતું કે, તેમણે પત્ની પરવીન દુસાંજને તેનું નામ બદલવા કહ્યું હતું. કેમકે, તેના જીવનમાં તો અગાઉથી જ એક પરવીન હતી. તેઓ રિલેશનશિપમાં હતાં. તેનું જીવન માનસિક બિમારીમાં ઘેરાયેલું હતું. આવી સ્થિતિમાં કબીર નહોતા ઇચ્છતા કે પત્ની પરવીન દુસાંજને લોકો પરવીન બાબી સાથે સરખાવે.

આ પણ વાંચોરાજકોટ : Corona પોઝોટિવ મહિલાની ખબર પૂછવા ફોન કર્યો, ચાલુ ફોને જ મહીલાનું મોત

અલબત્ત આ વાત સાંભળીને તેમની પત્ની પરવીન ખૂબ ગુસ્સે ભરાઈ ગઈ હતી અને પોતાનું નામ બદલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ તેને ભારત આવ્યા બાદ ખબર પડી કે, પરવીન બાબી કબીરના જીવનનો ક્યારેય ભુલાય નહી તેવો ભાગ છે. આ ઘટના બાદ કબીર બેદી પત્નીને V નામથી બોલાવવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોસુરત : સલામ Corona વોરિયર્સ, 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા કરૂણ દ્રશ્ય

કબીરે વધુમાં જણાવ્યું કે, મેં તેને કહ્યું હતું કે, મારા જીવનમાં પહેલાથી જ પરવીન આવી ગઈ છે. શું તમે તમારું નામ બદલી શકો છો? કેમકે લોકો તમારું નામ સાંભળીને ભ્રમિત થઈ જાય છે. જોકે આ સાંભળતાં જ તે નારાજ થઈ ગઈ હતી. નામ બદલવા માટે મને કહેવાની હિંમત કેવી રીતે કરી? તેવું ગુસ્સે થઈને પૂછ્યું હતું.
First published: April 13, 2021, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading