ફિલ્મ ઉદ્યોગમાં કોવિડ-19નો કહેર: આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ

News18 Gujarati
Updated: April 2, 2021, 7:26 AM IST
ફિલ્મ ઉદ્યોગમાં કોવિડ-19નો કહેર: આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ
આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ.

રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.માધવન, પરેશ રાવલ, આમિર ખાન બાદ હવે અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત થઈ છે. આલિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  • Share this:
મુંબઈ: આખા દેશમાં કોરોનાનો પ્રકોપ (Corona pandemic) વધી રહ્યો છે. કોરોનાથી મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્ય સૌથી વધારે પ્રભાવિત છે. ફિલ્મ ઉદ્યોગ (Movie industry)માં પણ કોવિડ-19નો પ્રકોપ વધી રહ્યો છે. બોલિવૂડના જાણીતા કલાકારો (Bollywood actors) કોવિડ-19 સંક્રમિત થઈ રહ્યા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.માધવન, પરેશ રાવલ, આમિર ખાન બાદ હવે અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત થઈ છે. આલિયાનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જોકે, આલિયા તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ફિલ્મફેરના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ આવી છે. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરવારે સાંજે ડબિંગ સેશન દરમિયાન એક સાથે જોવા મળ્યા હતા. બંને કલાકારો પ્રથમ વખત કોઈ ફિલ્મમાં એક સાથે જોવા મળશે. બંને દિગ્દર્શક અયાન મુખરજીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરતા જોવા મળશે.

આ પણ વાંચો: સુરત: 10 લોકોની ટોળકીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી 1.26 પડાવી લીધાઆ પણ વાંચો: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ

આલિયા હાલ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આલિાયા કોરોના સંક્રમિત થયા બાદ ફિલ્મના શૂટિંગની શિડ્યૂલ પાછળ ધકેલવામાં આવી શકે છે. આ પહેલા બોલિવૂડમાં મિલિન્દ સોમન, સિદ્ધાંત ચતુર્વેદી, તારા સુતરિયા, રમેશ તૌરાની, બપ્પી લહરી, અને સતીશ કૌશિક પણ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: રાજકોટ: AC કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે આગ ભભૂકી, આગાસી પર કપડાં સૂકવતી ગૃહિણી થયા ભડથું

આ ઉપરાંત આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ "RRR"ને લઈને પણ આજકાલ ચર્ચામાં છે. આ એક પીરિયડ ડ્રામા છે, જેનું દિગ્દર્શન 'બાહુબલી' ફેમ એસએસ રાજામૌલી કરી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા સીતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જૂનિયર એનટીઆર, અજય દેવગણ અને રામ ચરણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: April 2, 2021, 7:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading