'ડાન્સ દીવાને 3'નો હોસ્ટ રાઘવ અને Bigg Boss ફેઇમ અર્શી ખાન થયા કોરોનાનો શિકાર

News18 Gujarati
Updated: April 22, 2021, 10:18 AM IST
'ડાન્સ દીવાને 3'નો હોસ્ટ રાઘવ અને Bigg Boss ફેઇમ અર્શી ખાન થયા કોરોનાનો શિકાર
અર્શી ખાન અને રાઘવ કોરોના પોઝિટિવ

દિવસ પહેલાં શોનાં જજ ધર્મેશ પણ કોરોના સંક્રમિત આવ્યાં હતાં. આ શોનાં આશરે 18 ક્રૂ મેમ્બર્સ પણ કોરોના સંક્રમિત હતાં. આ શોમાં સેલિબ્રિટી માધુરી દીક્ષિત, તુષાર કાલિયા, ધર્મેશ યેલાંદે જજ તરીકે નજર આવે છે. તો રાઘવ જુયાલ શો હોસ્ટ કરે છે.'

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આખા દેશમાં કોરોના વાયરસની (Corona Virus) બીજી લહર વધુ ખતરનાક થતી જઇ રહી છે. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનો આતંક ફરી એક વખત જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં વેક્સીન લગાવવાનું કામ ચાલુ છે ત્યાં આ ખતરનાક વાયરસ સતત સામાન્ય લોકોથી લઇ બોલિવૂડ અને ટીવી સ્ટાર્સને તેમની ચપેટમાં લઇ રહ્યો છે. હવે ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને 3 (Dance Deewane 3)નાં હોસ્ટ રાઘવ જુયાલ (Raghav Juyal) પણ આ ચપેટમાં (Covid 19 Positive) આવ્યો છે. જેની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રાઘવે તેનાં ટ્વિટર પર પોસ્ટ શેર કરી લખ્યું છે કે, 'તાવ અને ખાંસી થયા બાદ હું કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ કૃપ્યા ટેસ્ટ કરાવી લે. તમામ ગાઇડ લાઇન્સ અને પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખતા.


ઉલ્લેખનીય છે કે, કેટલાંક દિવસ પહેલાં શોનાં જજ ધર્મેશ પણ કોરોના સંક્રમિત આવ્યાં હતાં. આ શોનાં આશરે 18 ક્રૂ મેમ્બર્સ પણ કોરોના સંક્રમિત હતાં. આ શોમાં સેલિબ્રિટી માધુરી દીક્ષિત, તુષાર કાલિયા, ધર્મેશ યેલાંદે જજ તરીકે નજર આવે છે. તો રાઘવ જુયાલ શો હોસ્ટ કરે છે.'તો સેટ પર ઘણાં લોકોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ શોનાં મેકર્સે નિવેદન જાહેર રતાં કહ્યું હતું કે, સેટને સંપૂર્ણ સેનિટાઇઝ કરી દેવામાં આવ્યો છે. અને તમામનો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવશે.

રાધવ પહેલાં બિગ બોસ ફેઇમ અર્શી ખાન કોરોનાની ચપેટમાં આવી છે. હાલમાં રાઘવ અને અર્શી (Arshi Khan) બંને હોમ આઇસોલેશનમાં છે. આ પહેલાં ખબર હતી કે, 'ખતરો કે ખિલાડી'નો વિજેતા રહેલો શાંતનુ મહેશ્વરી (Shantanu Maheshwari) પણ કોરોનાની ચપેટમાં આવી ગયો છે. આ પહેલાં પણ ઘણાં બધા બોલિવૂડ સ્ટાર્સ કોરોના સંક્રમિત થઇ ગયા છે અને ઘણાં રિકવર થઇને પરત પણ આવી ગયા છે. તો ઘણાં હોમ ક્વૉરન્ટિન છે અને રિકવરી તરફ છે.
Published by: Margi Pandya
First published: April 22, 2021, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading