દીપિકા પાદુકોણે રણવીર સિંહની સાથે કર્યો Wrek Dance, હસી હસીને લોટપોટ થયા ફેન્સ

News18 Gujarati
Updated: March 11, 2021, 12:13 PM IST
દીપિકા પાદુકોણે રણવીર સિંહની સાથે કર્યો Wrek Dance, હસી હસીને લોટપોટ થયા ફેન્સ
(Instagram @DeepikaPadukone)

દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે જોઇને ફેન્સ હસી હસીને પાગલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં દીપિકા તેનાં પતિ રણવીર સિંહ (Ranveer Singh)ની સાથે નજર આવી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દીપિકાએ આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે પતિ રણવીરની સાથે Werk it Baby ગીત પર ફની ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો જોઇ ફેન્સનું હસવાનું રોકાઇ નથી રહ્યું. ફક્ત ઇન્ડસ્ટ્રીનાં લોકો જ નહીં પણ સામાન્ય જનતા પણ લગ્ન બાદ આ જોડીને સાથે જોવાનો પણ અલગ જ ચાર્મ છે. જોકે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે Werk it Baby પર શાનદાર ડાન્સ કર્યો છે. જેનો વીડિયો દીપિકાએ તેનાં સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

દીપિકાએ આ વીડિયોને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે પતિ રણવીરની સાથે Werk it Baby ગીત પર ફની ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો જોઇ ફેન્સ તેનું હસવાનું રોકી નથી શકી રહ્યા. એટલું જ નહીં બંને એક્ટર મેચિંગ ડ્રેસમાં નજર આવી રહ્યાં છે. બંનેનો આ ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબજ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો- કંગના રનૌટે 2024 ચૂંટણી અને PM મોદી અંગે કરી ભવિષ્યવાણી, હવે ફેન્સ પૂછી રહ્યાં છે સવાલ

વીડિયો શેર કરવાની સાથે દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે, વર્ક ઇટ બેબી, આ વીડિયોની સાથે દીપિકાએ એક નવું ચેલેન્જ બસ્સઇટ ફરી ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આ રીતે વાયરલ થઇ રહ્યો છે. સૌ કોઇ આ ગીત પર ડાન્સ કરી તેમનાં વીડિયો શેર કરી રહ્યાં છે. ગત કેટલાંક કલાકોમાં આ વીડિયોને દસ લાખથી વધુ વખત જોઇ ચુક્યા છે. આ ઉપર ફેન્સની સાથે સાથે સેલેબ્સ ખુબ રિએક્શન આપી રહ્યાં છે.




આપને જણાવી દઇએ કે, રણવીર-દીપિકા જલદી જ 83 ફિલ્મમાં એક સાથે નજર આવશે. ફિલ્મમાં રણવીર સિંહ, કપિલ દેવનો રોલ અદા કરતો નજર આવશે. તો દીપિકા કપિલ દેવની પત્નીનાં રોલમાં નજર આવશે. આ ઉપરાંત રણવીર સિંહ, રોહિત શેટ્ટીની સાથે 'સર્કસ'માં નજર આવશે. આ ઉપરાંત રણવીર 'જયેશભાઇ જોરદાર' અને 'સૂર્યવંશી'માં પણ નજર આવશે.
Published by: Margi Pandya
First published: March 11, 2021, 12:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading