સાવકી દીકરી સાથે દીયા મિર્ઝા માલદીવ્સમાં દરીયામાં લગાવી ડુબકી, PHOTOS VIRAL

News18 Gujarati
Updated: March 28, 2021, 11:30 AM IST
સાવકી દીકરી સાથે દીયા મિર્ઝા માલદીવ્સમાં દરીયામાં લગાવી ડુબકી, PHOTOS VIRAL
દીયા મિર્ઝા (Dia Mirza)એ બિઝનેસમેન અને ઇન્વેસ્ટર વૈભવ રેખી (Vaibhav Rekhi)ની સાથે 15 ફેબ્રુઆરીનાં લગ્ન રચાવ્યાં હતાં. દીયા અને વૈભવે બીજી વખત લગ્ન કર્યા છે. આ લગ્ન પહેલાં દિયાનાં લગ્ન સાહિલ સંધા સાથે થયા હતાં.

દીયા મિર્ઝા (Dia Mirza)એ બિઝનેસમેન અને ઇન્વેસ્ટર વૈભવ રેખી (Vaibhav Rekhi)ની સાથે 15 ફેબ્રુઆરીનાં લગ્ન રચાવ્યાં હતાં. દીયા અને વૈભવે બીજી વખત લગ્ન કર્યા છે. આ લગ્ન પહેલાં દિયાનાં લગ્ન સાહિલ સંધા સાથે થયા હતાં.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ દીયા મિર્ઝા હાલમાં માલદીવ્સમાં હનીમૂન એન્જોય કરી રહી છે. દીયાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સાવકી દીકરી સમાયરાની સાથે નજર આવે છે. ફેન્સ દીયાની તસવીરો જોઇ તેનાં વખાણ કરતાં થાકતા નથી. દીયા મિર્ઝા (Dia Mirza) એ બિઝનેસમેન અને ઇન્વે્સટર વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે 15 ફેબ્રુઆરીનાં લગ્ન કર્યા હતાં. દીયા અને વૈભવનાં આ બીજા લગ્ન છે. આ પહેલાં દીયાએ સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતાં.

દીયા મિર્ઝા માલદીવ્સથી સતત તેનાં હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દીકરી સમાયરાની સાથે દીયાએ સ્વિમિંગ કરતી તસવીર શેર કરી છે. આ તસવીરોમાં દીયા પતિ વૈભવ રેખીની સાથે નજર આવે છે. તસવીરમાં દીયા પરફેક્ટ હોલિડે મૂડમાં નજર આવી રહી છે.

થોડા દિવસ પહેલાં દીયાએ કેટલીક તસવીરો શેર કરી હતી. જેને ફેન્સે ખુબજ પસંદ કરી હતી. આ તસવીરોમાં તે લીલા રંગનાં બિકિનિ ટોપ અને શિયર ફેબ્રિકનાં શ્રગની સાથે દરીયા કિનારે પોઝ આપતી નજ રઆવી હતી.


દીયાની આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું હતું કે, અહીં છે બિલકુલ સ્વર્ગ, ઉત્તમ આવભગતનાં મજા લઇ રહ્યાં છીએ અમે. અત્યાર સુધી અહીં દરેક પળ મજેદાર રહી. ફોટો તેમને લીધી છે.

આપને જણાવી દઇએ કે, દીયાનાં પહેલાં લગ્ન સાહિલ સંધા સાથે થયા હતાં. બંનેએ 11 વર્ષનાં રિલેશન બાદ 2019માં અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ તેનાં અલગવાની જાહેરાત કરી કહ્યું હતું કે, સંબંધ તુટવા છતાં પણ ઘણો સારો છે. બંનેએ એક જોઇન્ટ સ્ટેટમેન્ટ પર સાઇન કરી અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ તેમનાં નિવેદનમાં કહ્યું હતું કે, જિંદગીની સાથે શેર કરવાં અને 11 વર્ષ બાદ અમે પરસ્પર અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે મિત્રો છીએ અને આગળ પણ રહીશું. પ્રેમ અને સન્માનની સાથે એકબીજાથી અલગ થઇ રહ્યાં છીએ. અમે હમેશાં તે બંધનનાં આભારી છીએ જે અમે એકબીજા સાથે શેર કરતાં હતાં.'
Published by: Margi Pandya
First published: March 28, 2021, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading