એક્ટર DILIP TAHILનાં દીકરા Dhruv Tahilની ડ્રગ્સ ખરીદવાનાં આરોપમાં ધરપકડ

News18 Gujarati
Updated: May 6, 2021, 11:48 AM IST
એક્ટર DILIP TAHILનાં દીકરા Dhruv Tahilની ડ્રગ્સ ખરીદવાનાં આરોપમાં ધરપકડ
દીલિપ તાહિલનાં દીકરા ધ્રુવની ડ્રગ્સ મામલે ધરપકડ

ધ્રુવ પર ડ્રગ્સ ખરીદવાનો અને ડ્રગ્સનાં ખરીદ-વેચાણમાં શામેલ અન્ય આરોપી મુજમ્મિલ અબ્દૂલ રહેમાન શેખને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

  • Share this:
બોલિવૂડનાં જાણીતા એક્ટર દિલીપ તાહિલ (Dilip Tahil)નાં દીકરા ધ્રુવ તાહિલ (Dhruv Tahil) અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. ધ્રુવ તાહિલ (Dhruv Tahil)ની મુંબઇ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC)એ ડ્રગ્સ ખરીદવાનાં આરોપમાં ધરપકડ કરી છે.

ધ્રુવ પર ડ્રગ્સ ખરીદવાનો અને ડ્રગ્સનાં ખરીદ-વેચાણમાં શામેલ અન્ય આરોપી મુજમ્મિલ અબ્દૂલ રહેમાન શેખને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. બંને વચ્ચે ડ્ર્ગ્સ અંગે થેયલી વોટ્સએપ ચેટને આધારે આ વાતનો ખુલાસો થયો છે.

આ મામલે પોલીસે સૌથી પહેલાં મુજમ્મિલ અબ્દૂલ રહેમાન શેખની ધરપકડ કરી હતી. આોપી પાસેથી 35 ગ્રામ મેફડ્રોન (M.D) મળ્યું હતું. ધ્રુવની સાથેની તેની વ્હોટ્સઅપ ચેટ સામે આવ્યાં બાદ તે અંગે મુજમ્મિલની પૂછપરછ કરવામાં આવી હતી. જેમ શેખે ધ્રુવને ડ્રગ્સ સપ્લાય કરવાની વાત સ્વીકારી હતી.

ANCની તાપસમાં માલુમ થયુ કે ધ્રુવે ઘણી વખત શેખ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું છે. અને તેનું પેમેન્ટ તેણે ઓનલાઇન કર્યું છે. ધ્રુવની પાસે યસ બેંક અને બેંક ઓફ ઇન્ડિયાનું ખાતુ છે જેમાંથી છ વખત પૈસા ટ્રાન્સફર થયા છે. વર્ષ 2019થી લઇ માર્ચ 2021 તેઓ સંપર્કમાં હતાં. આ કેસની તપાસ હજુ ચાલુ છે.
Published by: Margi Pandya
First published: May 6, 2021, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading