Disha Patani: બહેન લેફ્ટનન્ટ, પિતા DSP અને માતા હેલ્થ ઇન્સપેક્ટર છે, જાણો દિશા પટનીના પરિવાર વિશે


Updated: December 3, 2021, 6:19 PM IST
Disha Patani: બહેન લેફ્ટનન્ટ, પિતા DSP અને માતા હેલ્થ ઇન્સપેક્ટર છે, જાણો દિશા પટનીના પરિવાર વિશે
દિશા પટણી પરિવાર વિશે

દિશા પટણી (Disha Patani) એ તેલુગુ ફિલ્મ (Telugu Movie) લોફરથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે તેની પહેલી મોટી બોલિવૂડ ફિલ્મ એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી (M.S Dhoni: The Untold Story) મળી હતી.

  • Share this:
દિશા પટણી (Disha Patani) બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને સોશિયલ મીડિયા (Social media)માં પણ સતત એક્ટિવ જોવા મળે છે. દિશાએ તેલુગુ ફિલ્મ (Talaga Movie) લોફરથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે તેની પહેલી મોટી બોલિવૂડ ફિલ્મ એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી (M.S Dhoni: The Untold Story) મળી હતી. આ ફિલ્મ માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.

એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી બાદ દિશાએ બાગી 2, ભારત અને રાધે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ચમકી ચુકી છે. તે જેકી ચેન સાથે હોલિવૂડ ફિલ્મ કુંગ ફુ યોગામાં પણ કામ કરી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, દિશા સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ બહોળી ફેન ફોલોઇંગ છે. તે સમયાંતરે પોતાની બહેન ખુશ્બુ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. ત્યારે તેની બહેન ખુશ્બૂ કોણ છે? તે શું કરે છે તેવા પ્રશ્ન ચાહકોના મનમાં હોય છે. ચાહકો દિશાના પરિવાર અંગે જાણવા માંગે છે.

દિશાનો પરિવાર

બહેન આર્મી ઓફિસર

ઘણા લોકોને ખબર નથી કે દિશાની બહેન ખુશ્બુ ભારતીય આર્મી ઓફિસર છે. ખુશ્બુ દિશાથી મોટી છે અને તે છેલ્લા છ વર્ષથી લેફ્ટનન્ટ ઓફિસર તરીકે સેવા આપી રહી છેપિતા DSP

દિશાના પિતાનું નામ જગદીશ સિંહ પટની છે. તેઓ ઉત્તરપ્રદેશ પોલીસ વિભાગમાં DSP છે.

માતા હેલ્થ ઇન્સપેક્ટર

દિશાની માતાનું નામ પદ્મા પટની છે. તેઓ હેલ્થ ઇન્સપેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત દિશાના નાના ભાઈનું નામ સૂર્યાંશ પટની છે.

આ પણ વાંચોOTT પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ અને ડિઝની+ હોટસ્ટાર પર આ તારીખે ધૂમ મચાવશે ફિલ્મ ‘83’

ઉલ્લેખનીય છે કે, દિશા છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ રાધેમાં જોવા મળી હતી. હવે તે એક વિલન રિટર્ન્સ ફિલ્મ જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, તારા સુતરિયા અને અર્જુન કપૂર પણ છે. આ ફિલ્મ 2014માં રિલીઝ થયેલી એક વિલનની સિક્વલ છે. તે થોડા સમય પહેલા ગાયક મીટ બ્રધર્સ અને અદિતિ સિંહ શર્મા સાથે મ્યુઝિક વીડિયો બેફિકરામાં પણ દેખાઈ હતી. તેણે બાદશાહના મ્યુઝિક વીડિયો હર ઘૂંટ મેં સ્વેગમાં પણ કામ કર્યું હતું.
Published by: kiran mehta
First published: December 3, 2021, 6:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading