Bollywood Drugs Case Live: NCBની નજર કરન જોહરની 2019ની પાર્ટી પર, રકુલપ્રીતને પુછ્યા સવાલ

News18 Gujarati
Updated: September 25, 2020, 5:53 PM IST
Bollywood Drugs Case Live: NCBની નજર કરન જોહરની 2019ની પાર્ટી પર, રકુલપ્રીતને પુછ્યા સવાલ
NCB ઓફિસ પહોંચતા સમયની રકુલપ્રીત સિંઘની તસવીર

Drugs Case Live Updates: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં ડ્રગ્સ એંગલ (Drugs Case) સામે આવ્યા બાદ NCB એ ગુરુવારે સમન્સ બજાવીને રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh) ને પૂછપરછ માટે બોલાવી છે. રકુલની સાથે જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને પણ સમન્સ બજાવવવામાં આવ્યાં છે.

  • Share this:
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં ડ્રગ્સ એંગલ (Drugs Case) સામે આવ્યા બાદ જે રીતે બોલિવૂડ એક્ટ્રેસીસનાં નામ સામે આવ્યાં છે. તે ચોકાવનારા છે. NCBએ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત અન્યને ડ્રગ્સ કેસમાં સમન્સ બજાવ્યાં છે. આ મામલે એક્ટ્રેસ રકુલ પ્રીત આજે NCBની સામે રજૂ થશે. અને તેમનાં સવાલોનાં જવાબ આપશે.

NCB પહેલાં ગુરુવારે જ રકુલ પ્રિત સિંહની પૂછપરછ કરવાની હતી પણ રકુલપ્રીત તરફથી કહેવામાં આવ્યું કે, તેને સમન્સ મળ્યું નથી. તે બાદ NCBએ આ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, NCBની ટીમ તરફથી ઘણી વખત રકુલનો સંપર્ક કરવામાં આવ્યો પણ તેનાં તરફથી કોઇ જ રિસ્પોન્સ મળ્યો ન હતો જેથી તેને ફરીથી સમન્સ આજે બજાવવામાં આવે છે. અને તને 25 સ્પટેમ્બરનાં NCB સમક્ષ હાજર થવાનું રહેશે.

LIVE UPDATES



    • NCB સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, રકૂલપ્રીતે પૂછપરછ દરમિયાન વર્ષ 2019માં કરન જોહરની પાર્ટી અંગે પણ માહિતી આપી છે. જે બાદ KPS મલ્હોત્રા NCB ઓફિસમાં ચાલી રહેલી ક્ષિતિજ અને અનુભવની પૂછપરછમાં શામેલ થયા છે. આપને જણાવી દઇએ કે ક્ષિતિજ અને અનુભવ ધર્મા પ્રોડક્શનનાં ડિરેક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર છે.



    • કરન જોહરનાં ત્યાં વર્ષ 2019માં થયેલી પાર્ટીની તસવીર

    • NCBને મોટી જાણકારી હાથ લાગી છે. NCBનાં સૂત્રો મુજબ જે WhatsApp ગ્રુપમાં ડ્રગ્સ અંગે વાત થતી હતી તેની એડમિન દીપિકા પાદુકોણ હતી. NCBનાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આ ગ્રુપ વર્ષ 2017માં બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં દીપિકા, જયા સાહા અને કરિશ્મા પ્રકાશ હતી.

    • રકુલપ્રીતે NCBને કહ્યું કે, રિયા ચેટમાં જે સામાન મંગાવી રહી હતી તે સામાન રિયાનો હતો. અહીં સામાનનો અર્થ ડ્રગ્સ થાય છે.

    • NCBનાં સૂત્રો મુજબ, રકુલપ્રીત સિંહ અને કરિશ્મા પ્રકાશને આમને સામને બેસાડીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેને જયા સાહાની ચેટ બતાવી સવાલ કરવામાં આવી રહ્યાં છે. આ મામલે કાલે દીપિકા પાદુકોણની પણ પૂછપરછ થવાની છે.

    • NCBની ટીમ ધર્મા પ્રોડક્શનનાં પ્રખ્યાત ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદનાં નજીકનાં અનુભવ ચોપરાની પણ ડ્રગ્સ મામલે પૂછપરછ કરી રહી છે. આપને જણાવી દઇએ કે અનુભવ ચોપરા ધર્મા પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર છે.

    • દીપિકા પાદુકોણની  પૂછપરછ પહેલાં રણવીર સિંહે જે અરજી કરી છે તેમાં તેને કહ્યું છે કે, દીપિકાને ક્યારેક ક્યારેક ગભરામણ અને પેનિક અટેક આવે છે તેથી તેને તેની પત્ની સાથે રહેવાની અનુમતિ આપવામાં આવે. રણવીર કહે છે કે,  તે કાયદાકીય નિયમો જાણે છે કે, તે તપાસ સમયે હાજર નથી રહી શકતો, પણ NCB કાર્યાલયની અંદર આવવા સુધીની તેને અનુમતિ આપવામાં આવે



    • દીપિકા પાદુકોણની મુશ્કેલીઓ વધી

    • ધર્મા પ્રોડક્શનનાં પ્રખ્યાત ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રતસાદનાં ઘરે આજે સવારે NCBની ટીમે રેઇડ પાડી અને ત્યાંથી મારીજુઆના મેળવ્યું છે. NCBની ટીમ હવે ક્ષિતિજને લઇને NCB ઓફિસ આવવાં નીકળી ગઇ છે. ક્ષિતિજની સાથે એક મહિલા પણ લેવામાં આવી છે. હાલમાં તે મહિલા અંગે કોઇ માહિતી નથી.



    • NCB ઓફિસ પહોંચતા સમયની રકુલપ્રીત સિંઘની તસવીર

    • એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ બાદ હવે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ NCBની ઓફિસ પહોંચી ગઇ છે. કરિશ્માને NCBની ટીમે ડ્રગ્સ કનેક્શન મામલે પૂછપરછ માટે બોલાવી છે. આપને જણાવી દઇએ કે, કરિશ્મા અને દીપિકાની ચેટમાંથી ડ્રગ્સ અંગેની માહિતી શેર કરવામાં આવી છે.

    • એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ NCB ઓફિસ પહોંચી ગઇ છે. NCBની ટીમ ડ્રગ્સ કનેક્શન કેસમાં રકુલપ્રીત સિંહની પૂછપરછ કરશે. આપને જણાવી દઇએ કે, રકુલપ્રીત સિંહ અને રિયા ચક્રવર્તીની ચેટમાં ડ્રગ્સ અંગે વાતો સામે આવી છે. આ ચેટ બતાવીને NCBની ટીમ તેને સવાલો કરી શકે છે.







  • પૂછપરછ માટે NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સહિત 7 સેલિબ્રિટીઝને સમન્સ બજાવ્યાં છે. આ મામલે આશરે 39 સેલિબ્રિટીઝ NCBનાં રડારમાં છે.

  • NCBનાં સૂત્રો મુજબ, રકુલપ્રીત સિંહે પૂછપરછ કર્યા બાદ કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરી હતી. કરિશ્માએ બપોર બાદ NCBનાં ઓફિસમાં પહોંચે તેવી વાતો છે. કરિશ્મા એક સમયે દીપિકાની મેનેજર હતી. અને બંનેની ચેટમાં ઘણાં ખુલાસા થયા છે.

  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્ર્ગસ એંગલ સામે આવ્યાં બાદ ગુરુવારે સમન્સ બજાવી રકુલ પ્રીત સિંહની પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સોર્સિસની માનીયે તો, રકૂલ NCBની ઓફિસમાં હાજર થવા નીકળી ગઇ છે.

Published by: Margi Pandya
First published: September 25, 2020, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading