એઝાઝ ખાને આપી સ્પષ્ટતા, 'મારા ઘરેથી કંઇ ડ્રગ્સ નહીં, ઊંઘીની 4 ગોળીઓ મળી છે..'

News18 Gujarati
Updated: April 1, 2021, 9:43 AM IST
એઝાઝ ખાને આપી સ્પષ્ટતા, 'મારા ઘરેથી કંઇ ડ્રગ્સ નહીં,  ઊંઘીની 4 ગોળીઓ મળી છે..'
કોર્ટે 3 એપ્રિલ સુધી એઝાઝ ખાનની કસ્ટડીમાં રાખ્યો

એઝાઝ ખાન (Ajaz Khan) પર આરોપ છે કે તેનાં મોટાભાગનાં ક્લાયન્ટ ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં હતાં. આ તમામ સાથે ડ્રગ્સ પહોંચાડવા માટે એક્ટ્રે વોટ્સએપનાં વોઇસ નોટ ફીચરનો ઉપયોગ કરતો હતો. ઓર્ડર મળતા જ તે રેકોર્ડિંગ ડિલીટ કરી દેતો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ડ્રગ્સ કેસ (Durg Case)માં એક્ટર અને બિગ બોસ સ્પર્ધક એઝાઝ ખાન (Ajaz Khan)ની આઠ કલાકથી પૂછપરછ બાદ બુધવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau) એ તેને મુંબઇની કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કરતાં સમયે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ એઝાઝ અંગે ઘણાં ખુલાસા કર્યા હતાં. ગત અઠવાડિયે ડ્રગ્સ મામલે ધરપકડ થયેલાં શાદાબ બટાટા અને એઝાઝ વચ્ચે સંબંધ હતા. NCB બંનેને આમને સામને બેસાડી પૂછપરછ કરવાં ઇચ્છે છે. એ માટે એઝાઝની ત્રણ દિવસની કસ્ટડીની માંગણી થઇ છે. જેને કોર્ટે મંજૂરી આપી દીધી છે.નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau)નું કહેવું છે કે, તેમણે એઝાઝ ખાન (Ajaz Khan)નાં ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ તેમને સ્પષ્ટતા આપતાં કહ્યું કે, NCBને તેનાં ઘરમાંથી ફક્ત 4 ઉંઘની ગોળીઓ મળી આવી હતી. પઆ ગોલી તેની પત્ની લે છે. કારણ કે ગત દિવસોમાં તેને મિસકેરેજ થયું છે તેથી તે ડિપ્રેશનથી બચવાં ઊંઘની ગોળી લઇ રહી છે.

કોર્ટે એઝાઝને 3 એપ્રીલ સુધી NCBની હિરાસતમાં મોકલ્યાં છે. મંગળવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એઝાઝ ખાનને મુંબઇ એરપોર્ટથી અટકાયતમાં લીધા હતાં. NCB તપાસમાં સામે આવ્યું છે કે, શાદાબ જ તે વ્યક્તિ હતો જે એઝાઝ સુધી ડ્રગ્સ પહોચાડતો હતો. અને એજાઝ આ ડ્રગ્સને બોલિવૂડથી જોડાયેલાં લોકોને મોકલાવતો હતો. આ મામલામાં વધુ બોલિવૂડ સિતારાઓનાં નામ ખુલી શકે છે.

દૈનિક ભાસ્કરની એક રિપોર્ટ મુજબ, એઝાઝનાં વધુ પડતા ક્લાયન્ટ ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે. આ તમામ સુધી ડ્રગ્સ પહોંચાડવા માટે એક્ટર વોટ્સએપનાં વોઇસ નોટ ફીચરનો ઉપયોગ કરતો હતો. ઓર્ડર મળતા જ તે રેકોર્ડિંગ ડિલીટ કરી દેતો હતો. ડ્રગ્સ અંગે આ કસ્ટમરથી સીરિયલ અને ફિલ્મનાં નામ બનેલાં કોડમાં વાત કરતાં હતાં.
Published by: Margi Pandya
First published: April 1, 2021, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading