Exclusive: પદ્મશ્રી મળતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આપી પ્રતિક્રિયા, 'આ એવોર્ડ મેં દેશને સમર્પિત કર્યો'


Updated: January 26, 2022, 5:51 PM IST
Exclusive: પદ્મશ્રી મળતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આપી પ્રતિક્રિયા, 'આ એવોર્ડ મેં દેશને સમર્પિત કર્યો'
ફિલ્મ સર્જક (Film Maker) અને અભિનેતા ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Dr Chandraprakash Dwivedi)ને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)થી નવાજવામાં આવ્યા

આઇકોનિક ટેલિસિરીઝ ચાણક્ય (Chanakya)થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા ફિલ્મ સર્જક (Film Maker) અને અભિનેતા ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Dr Chandraprakash Dwivedi)ને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)થી નવાજવામાં આવ્યા

  • Share this:
આઇકોનિક ટેલિસિરીઝ ચાણક્ય (Chanakya)થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા ફિલ્મ સર્જક (Film Maker) અને અભિનેતા ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Dr Chandraprakash Dwivedi)ને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન મળતા તેમણે જણાવ્યું કે, “હોમ મિનિસ્ટ્રીમાંથી મને મંગળવારે સવારે ફોન આવ્યો હતો. તે એક ખૂબ જ આનંદદાયી ક્ષણ હતી. પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવાથી હું ખૂબ જ નમ્રતા અનુભવુ છું. હું હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના કેટલાક શ્રેષ્ઠ દિમાગ સાથે સર્જનાત્મક સહયોગ કરવામાં ભાગ્યશાળી રહ્યો છું. તેઓએ મને શ્રેષ્ઠ બનાવ્યો છે, મારી સીમાઓને આગળ ધપાવી છે અને મને રચનાત્મક રીતે વધુ ઉન્નત બનાવ્યો છે. આ સૌથી મોટી ક્ષણને હું તે દરેક વ્યક્તિ સાથે શેર કરવા ઇચ્છુ છું જેણે મને અને મારા વિચારોને ઘડ્યા છે.”

ડોક્ટર બની ફિલ્મ નિર્માતા બનવાનું નક્કી કર્યુ

એક ક્વોલિફાઇડ ફિઝિશિયન ડૉ. દ્વિવેદીએ બે-ત્રણ મહિના સુધી ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કર્યા બાદ ફિલ્મ નિર્માતા બનવાનું નક્કી કર્યું હતું. તેમના આ સફર વિશે વાત કરતા તેઓ જણાવ્યું કે, “મેં 1988માં શરૂઆત કરી જ્યારે મેં ચાણક્યના પાઇલટ એપિસોડને શૂટ કર્યો હતો. તે એક રોમાંચક, પરિપૂર્ણ અને શીખવાનો અનુભવ રહ્યો છે. એક સમય હતો જ્યારે ઘણા લોકોએ મને સલાહ આપી હતી કે ભારતીય સમયગાળાના નાટકના વિષયને છોડી કોમર્શિયલ સિનેમા બનાવો. પરંતુ મને હંમેશા લાગતું કે નવી પેઢીને આપણા ઇતિહાસ વિશે જાણવું જોઇએ. અને હું મારા નિર્ણય પર કાયમ રહ્યો. આજે મને લાગે છે કે તે સમયે હું ખોટો નહોતો.”

આ એવોર્ડ દેશને સમર્પિત કરું છું

ડો. દ્વિવેદીએ જણાવ્યું કે, 30 વર્ષ પહેલા જો મેં કોઈને કહ્યું હોત કે મારે મહાભારત કે રામાયણ પર ફિલ્મ બનાવવી છે તો લોકો હસી પડ્યા હોત. પરંતુ આજે ઘણા બધા ટોચના દિગ્દર્શકો આવા વિષયો શોધી રહ્યા છે. મને આનંદ છે કે મેં મારા જીવનકાળમાં આ પરિવર્તન જોયું છે.

તેઓ કહે છે કે, "હું હંમેશાં એવી વ્યક્તિ રહ્યો છું જેણે આપણા દેશના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ડૂબી ગયેલી વાર્તાઓ લોકોને કહેવાનો પ્રયાસ કર્યો છે અને હું આ એવોર્ડ મારા દેશને સમર્પિત કરું છું. આ સન્માન મને એવી વાર્તાઓ કહેવા પ્રેરશે જે મારી માતૃભૂમિની સંપૂર્ણ કીર્તિ વર્ણવશે.ફિલ્મ પૃથ્વીરાજને લઇને છે ઉત્સાહિત

આ ફિલ્મ નિર્માતા પોતાની મોસ્ટ અવેઇટેડ પિરિયડ ડ્રામા પૃથ્વીરાજ પડદા પર લાવવાની તૈયારીમાં છે. જેનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ નીડર અને શક્તિશાળી રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને બહાદુરી પર આધારિત છે. ડો. દ્વિવેદીએ જણાવ્યું કે, ’મારી આગામી ફિલ્મ પૃથ્વીરાજ ભારતના શૂરવીર યોદ્ધાની કહાની દર્શાવશે. અક્ષય કુમાર સાથે કામ કરીને મને ઘણો આનંદ થયો. મને આશા છે કે દેશના લોકોને આ ફિલ્મ પસંદ આવશે.” ફિલ્મમાં અક્ષય કુમાર અને માનુષી છીલ્લર જોવા મળશે. અગાઉ 21 જાન્યુઆરીએ રીલીઝ થનારી ફિલ્મ કોરોના વાયરસના કારણે પાછળ ઠેલવાઇ છે.

આ પણ વાંચોરસપ્રદ : 14 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યો હતા અમજદ ખાન, કહ્યું - જલ્દી મોટી થઈ જા તારી સાથે લગ્ન કરવા છે

પૃથ્વીરાજ માટે નવી રિલીઝ ડેટ વિશે અપડેટ આપતા તે કહે છે, "હું આવતીકાલે આદિત્ય ચોપરાને મળી રહ્યો છું અને અમારે એક તારીખ નક્કી કરવી પડશે. તે એક ખર્ચાળ ફિલ્મ છે અને અમને સારી તારીખની જરૂર છે. આ અઠવાડિયાની અંદર જ કદાચ નવી તારીખની જાહેરાત કરશું."
Published by: kiran mehta
First published: January 26, 2022, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading