મહાશિવરાત્રિ પર બોલિવૂડનાં પ્રખ્યાત રેપરે શેર કરી તેનાં બાળપણની તસવીર, ઓળખવો મુશ્કેલ

News18 Gujarati
Updated: March 11, 2021, 6:03 PM IST
મહાશિવરાત્રિ પર બોલિવૂડનાં પ્રખ્યાત રેપરે શેર કરી તેનાં બાળપણની તસવીર, ઓળખવો મુશ્કેલ
(PHOTO: Instagram @yoyohoneysingh)

આ બાળપણની તસવીર અન્ય કોઇની નહીં પણ યો યો હની સિંહ (Yo YO Honey Singh)ની છે. આ બાળપણની તસવીર જોઇ તેને ઓળખવો મુશકેલ છે.

  • Share this:
નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર બોલિવૂડ સ્ટાર્સ ઘણાં એક્ટિવ રહે છે. અને અવાર નવાર તેમની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. આ પ્લેટફર્મ દ્વારા સેલિબ્રિટીઝ તેમનાં ફેન્સની સાથે જોડાયેલાં રહે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કોઇ ખાસ અવસરે બોલિવૂડ સ્ટાર્સ તેમનાં બાળપણની તસવીરો શેર કરતાં રહે છે. જે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.આ ક્રમમાં આજે મહાશિવરાત્રિનાં અવસરે બોલિવૂડનાં પ્રખ્યાત રેપરે તેનાં બાળપણની તસવીર શેર કરી છે. જે જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે.

આ બાળપણની તસવીર અન્ય કોઇની નહીં પણ યો યો હની સિંહ (Yo YO Honey Singh)ની છે. આ બાળપણની તસવીર જોઇ તેને ઓળખવો મુશકેલ છે. ઇન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલાં જ હની સિંહે આ તસવીર શેર કરી છે. જેને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ગઇ છે.

(PHOTO: Instagram @yoyohoneysingh)


હની સિંહની આ તવસીર પર લોકો કમેન્ટ પર તેણે મહાશિવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે. આપને જણાવી દઇએ કે, હની સિંહ ફરી એક વખત તેનાં જૂના અવતારમાં પરત આવી ગઇ છે. નવા નવા ગીતો આવી રહ્યાં છે. જે રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ રહ્યાં છે. તેનું હાલમાં સોન્ગ શોર મચેગા... છવાયેલું છે. આ પહેલાં તેનું સઇયા જી.. યૂટ્યૂબ પર રેકોર્ડ બ્રેક કરી ચુક્યું છે.
Published by: Margi Pandya
First published: March 11, 2021, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading