ફરદીન ખાનનો નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ, જોરદાર ટ્રાન્સફર્મેશન જોઈ પ્રશંસકો ચકિત


Updated: March 22, 2021, 6:51 PM IST
ફરદીન ખાનનો નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ, જોરદાર ટ્રાન્સફર્મેશન જોઈ પ્રશંસકો ચકિત
ફરદીન ખાનનો નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ, જોરદાર ટ્રાન્સફર્મેશન જોઈ પ્રશંસકો ચકિત

એક સમયનો સુપરસ્ટાર એકટર ફરદીન ખાન છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહ્યો છે

  • Share this:
મુંબઈ : એક સમયનો સુપરસ્ટાર એકટર ફરદીન ખાન છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહ્યો છે. જોકે, તે હવે ધમાકેદાર એન્ટ્રી માટે તૈયારી કરી રહ્યો હોય તેવું જાણવા મળે છે. અત્યારે ફરદીન ખાનના ફોટા સોશ્યલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યા છે. લાંબા સમય બાદ ફરદીન મુંબઈમાં જોવા મળ્યો હતો. ફરદીને પોતાનું વજન ઘણું ઘટાડી દીધું છે. જે જોઈને પ્રશંસકો આશ્ચર્યચકિત થઈ ચૂક્યા છે.

ફરદીનનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં ફરદીન ખાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પૈપારાજીથી ઘેરાયેલો છે. ફોટોગ્રાફર જ્યારે ફોટો પાડવા રિકવેસ્ટ કરે છે, ત્યારે તે કેવો ફોટો આવશે તેમ કહેતો નજરે પડે છે.

આ પણ વાંચો - ગૂગલમાં ક્યારેય આ પાંચ વસ્તુઓ ના કરતા સર્ચ, નહીંતર....
પ્રશંસકો ફરદીનના નવા લૂક પર ફિદા

આ વીડિયો જોઈને પ્રશંસકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયો જોઈને એક પ્રશંસકે લખ્યું છે કે, 'તે પાછો આવી ગયો છે, હું તો કહીશ કે આ અદભુત ટાન્સફોર્મેશન છે.' વધુ એક પ્રશંસકે લખ્યું છે કે, જે રીતે એક્ટરે વજન ઘટાડી બોડી બનાવી છે તે અદભુત છે.

વજન ઘટાડવા મહેનત

ફરદીન ખાન બોલિવૂડમાં જલ્દી પરત ફરશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ગત વર્ષે જ ફરદીને 18 કિલો વજન ઘટાડવાના સંકેતો આપ્યા હતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે તે 18 કિલો વજન ઘટાડશે અને વજન ઘટાડવાનો સિલસિલો ચાલુ રાખશે. હું 25 વર્ષનો હોઉં તેવું અનુભવવા માંગુ છું.

ઉલ્લેખનીય છે કે, ફરદીન 11 વર્ષથી ફિલ્મોથી દૂર છે. 90ના દાયકામાં તેણે પ્રેમ અગન નામની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ મળ્યો હતો.
First published: March 22, 2021, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading