ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલયે આપી Y શ્રેણીની સુરક્ષા

News18 Gujarati
Updated: September 7, 2020, 12:47 PM IST
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલયે આપી Y શ્રેણીની સુરક્ષા
થોડાક દિવસોથી કંગનાને ધમકીઓ મળી રહી છે, જેથી ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો

થોડાક દિવસોથી કંગનાને ધમકીઓ મળી રહી છે, જેથી ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો

  • Share this:
દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut)ને ગૃહ મંત્રાલય તરફથી વાય શ્રેણીની સુરક્ષા (y category security) આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડાક દિવસોથી કંગનાને ધમકીઓ મળી રહી છે. જેથી ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહથી કંગના અને શિવસેનાના સાંસદ સંજય રા.તની વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાને સંજય રાઉત તરફથી મુંબઈ ન આવવાની ધમકી આપવામાં આવી છે.

સૂત્રો મુજબ, રાજ્ય સરકારની અનુશંસા પર કેન્દ્ર સરકારે થ્રેટ પરસેપ્શનના આધારે આ નિર્ણય લીધો છે. Y શ્રેણી સુરક્ષા વ્યવસ્થા હેઠળ કુલ 11 સુરક્ષાકર્મી સામેલ હોય છે. જેમાં બે કમાન્ડો તૈનાત હોય છે. આ સુરક્ષાકર્મી ચોવીસ કલાક સાથે રહે છે. સૂત્રો મુજબ સુરક્ષાની આ જવાબદારી CRPF સંભાળી શકે છે.

આ પણ વાંચો, 3 દિવસ બાદ ફરી સોનાના ભાવમાં આવી તેજી, વિદેશી બજારોનો મળ્યો સપોર્ટ

કંગના રનૌટે હાલમાં જ શિવસેના (Shiv Sena)ના નેતા સંજય રાઉત (Sanjay Raut) પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ (સંજય રાઉતે) તેમને મુંબઈ પરત ન આવવાની ધમકી આપી છે. તેને લઈને એક્ટ્રેસે એક પછી એક અનેક ટ્વિટ કર્યા હતા.

આ પણ વાંચો, US Open 2020: નોવાક જોકોવિચે લાઇવ મેચમાં મહિલા જજને બોલ માર્યો, યૂએસ ઓપનથી ડિસ્ક્વોલિફાય થયો

હિમાચલ પ્રદેશ તરફથી પણ સુરક્ષા

નોંધનીય છે કે, રવિવારે કંગના રનૌટને હિમાચાલ પ્રદેશની સરકારે પણ સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. કંગનાએ થોડા દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશની સરકારને પોતાના માટે સુરક્ષાની માંગ કરી હતી. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રવિવારે જણાવ્યું હતું કે કંગનાના પિતાએ આ વિશે રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો હતો. તેઓએ એમ પણ કહ્યું કે કંગનાની બહેનનો પણ તેમની પર ફોન આવ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: September 7, 2020, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading