ખબર છે? બોલીવુડના આ અભિનેતાએ ફિલ્મ 'પુષ્પા'ના હિન્દી વર્ઝનમાં આપ્યો છે અલ્લુ અર્જુનને અવાજ, શેર કર્યો Video
News18 Gujarati Updated: January 21, 2022, 5:27 PM IST
ફિલ્મ પુષ્પામાં અલ્લુ અર્જુનને શ્રેયસ તલપડેએ અવાજ આપ્યો છે
ફિલ્મ 'પુષ્પા'ના હિન્દી વર્ઝન (Pushpa Hindi version)માં જાણીતા બૉલીવુડ (Bollywood actor) અભિનેતા શ્રેયસ તલપડે (Shreyas Talpade) અલ્લુ અર્જુનને અવાજ (Allu Arjun Voice) આપ્યો છે.
મુંબઈ : હાલના સમયમાં મોટાભાગના લોકો માત્ર એક જ ફિલ્મની ચર્ચા કરતા સંભળાય છે અને એ ફિલ્મ છે 'પુષ્પા' (Pushpa). આ ફિલ્મમાં અલ્લુ અર્જુન (Allu Arjun)ની એક્ટિંગ હોય કે પછી રશ્મીકા મંદાના (Rashmika Mandana)નો ડાન્સ અને ફિલ્મની સ્ટોરી સુધી તમામ વસ્તુ દર્શકોને પસંદ આવી રહી છે. જેના કારણે, 'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa: The Rise)એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને 2021ની સૌથી મોટી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. સૌકોઈ જાણે છે કે અલ્લુ અર્જુન એક તમિલ (Tamil) સ્ટાર છે, જેને હિન્દી (Hindi) બોલતા આવડતું નથી. તેથી, જ ફિલ્મ 'પુષ્પા'ના હિન્દી વર્ઝન (Pushpa Hindi version)માં જાણીતા બૉલીવુડ (Bollywood actor) અભિનેતાએ અલ્લુ અર્જુનને અવાજ (Allu Arjun Voice) આપ્યો છે.
ફિલ્મ તેલુગુ અને તમિલ સંસ્કરણો દ્વારા દક્ષિણમાં પ્રશંસા મેળવી છે, ત્યારે પુષ્પાના હિન્દી સંસ્કરણે ઉત્તર ભારતના લોકોને ટોલીવુડ સ્ટાર્સ માટે પાગલ બનાવી દીધા છે. આજકાલ 'પુષ્પરાજ'ના ડાયલોગનું ભૂત સૌકોઈના માથે ચઢીને બોલે છે. સોશિયલ મીડિયા પર તેના ડાયલોગના વિવિધ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મના હિન્દી વર્ઝનમાં પણ અલ્લુ અર્જુને પોતાનો અવાજ ન આપ્યો હોવા છતાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે. શું તમે જાણો છો કે પુષ્પામાં અલ્લુના પાવરફુલ ડાયલોગ પાછળ કોનો અવાજ છે? કદાચ નહીં, તો અહીં અમે તમને તેમના વિશે માહિતી આપી રહ્યા છીએ.
ફિલ્મ 'પુષ્પા' (Film Pushpa) માં અલ્લુ અર્જુનનો અવાજ બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે (Allu Arjun Voice Shreyas Talpade) એ આપ્યો છે જે અજય દેવગન સ્ટારર ગોલમાલ ફિલ્મ સિરીઝનો હિસ્સો રહી ચૂક્યો છે. તેણે પોસ્ટર બોય, હમ તુમ શબાના અને ઈકબાલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હા, શ્રેયસે પણ 'પુષ્પરાજ'ને પોતાનો સુંદર અવાજ આપીને દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા છે. જોકે, શ્રેયસ પ્રોડક્શન ટીમનો એક ભાગ હોવાથી તેને વધારે લાઈમલાઈટ મળી નથી.
પોસ્ટર બોયઝ ફેમ અભિનેતાએ તાજેતરમાં તેના સોશિયલ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં તેને અલ્લુ અર્જુન માટે સંવાદો બોલતા જોઈ શકાય છે. ફિલ્મનો ફેમસ ડાયલોગ 'પુષ્પા નામ સુનકર ફ્લાવર સમજે ક્યાં, ફ્લાવર નહીં ફાયર હૈ મેં...' અને 'પુષ્પા પુષ્પરાજ મેં ઝુકેગા નહીં' આ બંને ડાયલોગ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.
શ્રેયસ અલ્લુ અર્જુનનો અવાજ બનીને ઉત્સાહિત હતો
બૉલીવુડ એક્ટર અને વોઈસ આર્ટિસ્ટ શ્રેયસ તલપડે (Shreyas Talpade) એ પોતાના સોશિયલ એકાઉન્ટ પર પુષ્પાના હિન્દી ડબિંગનો વીડિયો પોસ્ટ કરીને ચાહકો સાથે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે તે સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન માટે ડબ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. લોકો દરરોજ ટ્વિટ દ્વારા તેમની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. શ્રેયસ પણ તેમના ડાયલોગના વખાણ કરનારાઓનો આભાર માની રહ્યો છે.
શ્રેયસે આ પહેલા પણ કર્યું છે આ ફિલ્મના હિન્દી વર્ઝન માટે ડબિંગ
શ્રેયસેને પોતાના અવાજ માટે મળી રહેલી પ્રશંસા અંગે તેણે કહ્યું કે, "જ્યારે તમારા કામની પ્રશંસા થાય છે ત્યારે દરેક કલાકાર માટે હંમેશા ખુશીની વાત હોય છે. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. હું નિયમિત રીતે ડબિંગ કરતો નથી. 'પુષ્પા' પહેલા મેં ડબ કરેલી એકમાત્ર ફિલ્મ 'ધ લાયન કિંગ' હતી જેણે પણ બોક્સ ઓફિસ પર શાનદાર કામ કર્યું હતું. હવે 'પુષ્પા' પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે."
આ પણ વાંચો -
Allu Arjun ની Pushpa માં ખૂંખાર મહિલાનો રોલ કરનાર અનસૂયા ભારદ્વાજ હકિકતમાં ગ્લેમરસ છે! - Photos
ફિલ્મમાં અવાજ આપીને ખુશ છે શ્રેયસ
શ્રેયસે વધુમાં કહ્યું કે, "ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે તેનાથી હું ખુશ છું. હું ઉત્તમ પ્રદર્શન માટે અલ્લુ અર્જુનજીને શ્રેય આપવા માંગુ છું, જેણે મારું કામ ખૂબ જ સરળ બનાવ્યું. આવી ભૂમિકા ભજવે અને આવા સંવાદ બોલે એ દરેક અભિનેતાનું સપનું હોય છે. મને એક્ટર તરીકે એ પાત્ર ભજવવાની તક મળી નથી, પરંતુ મને આનંદ છે કે હું મારા અવાજ દ્વારા દર્શકો સુધી પહોંચી શક્યો છું." ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુને પણ મીડિયા સાથેની વાતચીતમાં શ્રેયસે તેનો અવાજ આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
Published by:
kiran mehta
First published:
January 21, 2022, 5:21 PM IST