પ્રિટી ઝિન્ટા સાથે વધારે ફ્રેન્ડલી થવા બદલ જેનેલિયાએ કરી નાંખી પતિ રિતેશની ધોલાઇ..

News18 Gujarati
Updated: March 20, 2021, 3:15 PM IST
પ્રિટી ઝિન્ટા સાથે વધારે ફ્રેન્ડલી થવા બદલ જેનેલિયાએ કરી નાંખી પતિ રિતેશની ધોલાઇ..
જેનેલિયાએ કરી નાખી રિતેશની ધોલાઇ..

આ વીડિયો જેનેલિયાએ (Genelia Deshmukh) તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે જે જોત જોતામાં વાયરલ થઇ ગયો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોઇપણ પુરુષ જ્યારે અન્ય કોઇ મહિલાને વધુ મહત્વ આપે ત્યારે તેની પત્નીને આ વાત ખુંચતી જ હોય છે. આવો જ એક મજેદાર કિસ્સો જરાં હળવા અંદાજમાં જેનેલિયા દેશમુખે શેર કર્યો છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો કોઇ એવોર્ડ ફંક્શનનો લાગે છે. જેમાં પતિ રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) પ્રિટી ઝિન્ટા (Preity Zinta) સાથે ઘણો ફ્રેન્ડલી થઇને મળતો નજર આવે છે. આ સમયે બાજુમાં ઉભેલી જેનેલિયા (Genelia Deshmukh)નાં ચહેરાનાં હાવભાવ જોવા લાયક હોય છે આ તમામથી બેખબર રિતેશની ઘરે ગયા બાદ કેવી હાલત થાય છે તેનો વીડિયો જેનેલિયાએ શેર કર્યો છે. વીડિયો પૂર્ણ થતાં જેનેલિયા રિતેશની ધોલાઇ કરતી નજર આવે છે. અને સાથે સાથે રિતેશ નીચે પડેલો દર્શાવવામાં આવે છે.

આ વીડિયો મજાકમાં જ બનાવવામાં આવ્યો છે પણ આ વીડિયો દ્વારા આપવામાં આવેલો મેસેજ ઘણો જ સાચો છે. કે જ્યારે કોઇ પતિ અન્ય મહિલાને વધુ અટેન્શન આપે છે તો ઘરે ગયા બાદ તેની શું હાલત થાય છે.
View this post on Instagram


A post shared by Genelia Deshmukh (@geneliad)


ખુદ પ્રિટી ઝિન્ટાએ પણ તેનાં ઇન્સટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે અને તેણે આ વીડિયો શેર કરીને જેનેલિયા અને રિતેશની ફની નેચરને દાદ આપી છે. તેમજ આવાં વધુ વીડિયો શેર કરવાં જણાવ્યું છે.

આપને જણાવી દઇએ કે, રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખ સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. અને તેઓ તેમનાં વીડિયો અને તસવીરો અવાર નવાર શેર કરતાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેમનાં ફોલોઅર્સની લિસ્ટ ઘણી લાંબી છે.
Published by: Margi Pandya
First published: March 20, 2021, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading