કૃષ્ણા અભિષેકની સાથે વિવાદ પર ગોવિંદાએ તોડી ચુપ્પી, કહ્યું- 'કોઇ અન્ય જ કરાવી રહ્યું છે અમારો ઝઘડો'

News18 Gujarati
Updated: March 14, 2021, 6:22 PM IST
કૃષ્ણા અભિષેકની સાથે વિવાદ પર ગોવિંદાએ તોડી ચુપ્પી, કહ્યું- 'કોઇ અન્ય જ કરાવી રહ્યું છે અમારો ઝઘડો'
(PHOTO: @Krushna Abhishek/Govinda instagram)

બોલિવૂડ એક્ટર ગોવિંદા (Govinda) અને તેનો ભાણીયો કૃષ્ણા અભિષેક (Krushna Abhishek)ની વચ્ચે અણબનાવ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહ્યો છે. ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકને સારો વ્યક્તિ ગણાવતા કહ્યું કે, તે જે પણ કરી રહ્યો છે તેની પાછળ અન્ય કોઇ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર ગોવિંદા (Govinda) જ્યારથી કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં પહોચ્યો ત્યારથી આ સમાચાર વાયરલ થઇ ગયા છે કે, તેની તેનાં ભાણીયા કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) સાથે બનતી નથી. હવે ગોવિંદાએ આ મુદ્દે ખુલીને પોતાની વાત મુકી છએ. ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાને સારો વ્યક્તિ ગણાવતા કહ્યું કે, તે જે કંઇ કી રહ્યો છે તેની પાછળ અન્ય કોઇ છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ તેનો પક્ષ મુક્યો છે. ગોવિંદાએ કહ્યું કે, 'મને નથી ખબર કે આ બધુ તેની પાસે કોઇ કરાવી રહ્યું છે. આમ તો તે સારો વ્યક્તિ છે. આ બધુ કરાવીને ન કોઇ ફક્ત મજા લઇ રહ્યું છે પણ તેનાથી મારી છબી ખરાબ થઇ રહી છે. જે પણ તેની પાછળ છે તે ઇચ્છે છે કે અમારા વચ્ચે કંઇ સારુ ન થાય.'

ગોવિંદાએ તેનાં ભાણીયા કૃષ્ણા અભિષેકની વચ્ચે અણબનાવ છેલ્લાં ઘણાં દિવસોથી છે. ખરેખરમાં, પ્રખ્યાત કોમેડીયન કપિલ શર્માનાં શોમાં એવું બીજી વખત થયું કે જ્યારે ગોવિંદા પહોચ્યાં તો કૃષ્ણા તે એપિસોડમાંથી ગૂમ નજર આવ્યો. જે બાદ ગોવિંદા અને કૃષ્ણાની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે ગોવિંદાએ એમ સુધી કહી દીધુ કે, કૃષ્ણાનો પરિવાર તેનાંથી દૂરી બનાવવાં ઇચ્છે છે.

પોતાનાં એક સ્ટેટમેન્ટમાં કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે, ગોવિંદા તેનાં દીકરાને મળવાં હોસ્પિટલ આવ્યો ન હતો. જે જીવન મરણ વચ્ચે જંગ લડી રહ્યો હતો. તો કૃષ્ણાનો દાવો ખારીજ કરતાં ગોવિંદાએ કહ્યું કે, કૃષ્ણાને કદાચ નથી ખબર કે, હું મારા બાળકો સાથે તેને હોસ્પિટલમાં જોવા ગયો હતો. તે ત્યાં બાળકોની દેખરેખ રાખનાર ડોક્ટર અને નર્સને પણ મળ્યો હતો. પણ કૃષ્ણાની પત્ની કાશ્મીરા નહોતી ઇચ્છતી કે ગોવિંદાએ પરિવારનાં સભ્ય તેને મળે.

ગોવિંદાએ કહ્યું કે, પછી ખુબ રિક્વેસ્ટ કરવાં પર તેને બાળકોને દૂરથી જોવાની અનુમતિ મળી હતી. પછી તેને ભારે મનથી ઘરે પરત આવ્યાં હતાં. ત્યાં કૃષ્ણાની બહન આરતી સિંહ પણ હતી. જે કદાચ તેના ઇન્ટરવ્યૂમાં જણાવવાનું ભૂલી ગઇ. ગોવિંદા ને કૃષ્ણાનાં વ્યવહારથી ખુબજ દુખ થયું હતું. તેથી હવે હું કૃષ્ણા અને તેનાં પરિવારથી દૂરી બનાવી રાખવાં ઇચ્છુ છું.
Published by: Margi Pandya
First published: March 14, 2021, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading