બોલિવૂડમાં જબરી ટાંટિયાખેંચ, ગોવિંદાને પણ જુનિયર આર્ટિસ્ટ બનાવી દેવા ધમપછાડા થયા હતા


Updated: March 17, 2021, 6:39 PM IST
બોલિવૂડમાં જબરી ટાંટિયાખેંચ, ગોવિંદાને પણ જુનિયર આર્ટિસ્ટ બનાવી દેવા ધમપછાડા થયા હતા
ફાઈલ તસવીર

ગોવિંદા અંગે ઘણી અફવાઓ ફેલાવાઈ હતી. ત્યારે ગોવિંદા સેક્સ અને હિંસાથી ભરપૂર ફિલ્મોને ના પાડવા લાગ્યા હતા.

  • Share this:
મુંબઈઃ બોલિવૂડમાં (bollywood) એક બીજાને પછાડવા માટે ટાંટિયાખેંચ થતી હોય છે. જેનો કડવો અનુભવ ગોવિંદાને (govinda) પણ થયો છે. એક સમયના સુપરસ્ટાર (super star) ગોવિંદાને જુનિયર આર્ટિસ્ટ બનાવવા માટે બોલિવૂડના કેટલાક અંદરના લોકોએ કાવતરું ઘડ્યું હોવાનો ભાંડાફોડ ખુદ ગોવિંદાએ કર્યો છે.

ગોવિંદાનું કહેવું છે કે, તેને સેક્સ અને હિંસાથી ભરપૂર ફિલ્મોની ઓફર કરવામાં આવતી હતી. જેથી તેની છબી ખરડાઈ જાય. ગોવિંદા અંગે ઘણી અફવાઓ ફેલાવાઈ હતી. ત્યારે ગોવિંદા સેક્સ અને હિંસાથી ભરપૂર ફિલ્મોને ના પાડવા લાગ્યા હતા. તેમણે એમ પણ કહી દીધું હતું કે જો સેક્સ દર્શાવતી ફિલ્મો જ આપવી હોય તો પોર્ન ફિલ્મો જ બનાવો.

ગોવિંદાનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો તેના વિરુદ્ધ ષડયંત્ર ઘડતા હતા. ગોવિંદાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેટલીક ઓફિસોમાં એવી વાતો થાય છે કે ગોવિંદને 15 સીન અને 2 ગીત આપી દો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

આ પણ વાંચોઃ-કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live videoઆ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

ત્યાર બાદ તેને ભગવાન દાદા બનાવી જુનિયર આર્ટિસ્ટ બનાવી દો. પરંતુ મેં તેમને સફળ ન થવા દીધા. મેં તેઓની બેન્ડ બજાવી નાખી. હું હીરોના રોલમાં પરત ફર્યો અને ફિલ્મનું નિર્માણ પણ કર્યું. જોકે, એ વાત અલગ છે કે મારી ફિલ્મોને પ્લેટફોર્મ ન મળ્યું.ગોવિંદના જણાવ્યા પ્રમાણે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના વિરુદ્ધ કાવતરું કરવામાં આવી રહ્યું છે અને એ લોકો પણ તેના વિરુદ્ધ થઇ ગયા છે, જેને તે પોતાના માને છે. ગોવિંદાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, જો નસીબ તમારી તરફ ના હોય તો પોતાના પણ પારકા થઈ જાય છે. તમારા નજીકના પણ તમારી વિરુદ્ધ થઈ જાય છે.
First published: March 17, 2021, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading