Grammy Awards 2021: બિયોન્સે અને ટેલર સ્વિફ્ટે રચ્યો ઇતિહાસ, જાણો વિજેતાઓની યાદી

News18 Gujarati
Updated: March 15, 2021, 1:49 PM IST
Grammy Awards 2021: બિયોન્સે અને ટેલર સ્વિફ્ટે રચ્યો ઇતિહાસ, જાણો વિજેતાઓની યાદી
બિયોન્સે અને ટેલર સ્વિફ્ટે રચ્યો ઇતિહાસ

Grammy Awards 2021: લોસ એન્જલસનાં કન્વેંશન સેન્ટરમાં આયોજીત 63માં ગ્રેમી એવોર્ડમાં બિયોન્સે (Beyonce)એ ઇતિહાસ રચી દીધો છે. પોપ સિંગર બિયોન્સેએ 28મી વખત આ એવોર્ડ પોતાનાં નામે કર્યો છે. આટલાં બધા એવોર્ડ જીતનારી આ પહેલી સિંગર બની ગઇ છે.

  • Share this:
 Grammy Awards 2021: લોસ એન્જલસનાં કન્વેંશન સેન્ટરમાં આયોજીત 63માં ગ્રેમી એવોર્ડમાં બિયોન્સે (Beyonce)એ ઇતિહાસ રચી દીધો છે. પોપ સિંગર બિયોન્સેએ 28મી વખત આ એવોર્ડ પોતાનાં નામે કર્યો છે. આટલાં બધા એવોર્ડ જીતનારી આ પહેલી સિંગર બની ગઇ છે. એટલું જ નહીં આ વર્ષે બિયોન્સે એક નહીં પણ બે બે ગ્રેમી એવોર્ડ પોતાનાં નામે કર્યા છે. તો 31 વર્ષની ટેલર સ્વિફઅટ પહેલી એવી મહિલા સિંગર બની ગઇ છે. જેણે ત્રણ વખત બેસ્ટ આલબમનો એવોર્ડ જીત્યો છે.

ગ્રેમી એવોર્ડ 2021, આમ તો 31 જાન્યુઆરીએ થવાનો હતો પણ કોરોનાને કારણે આ ઇવેન્ટ આગળ ખસેડી દેવામાં આવી હતી. હવે આ આયોજન થયુ છે. આ એવોર્ડ ફંક્શનમાં કૂલ 83 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. ટેલર સ્વિફ્ટની આલબમ folkloreએ આ વર્ષે બેસ્ટ આલબમનો એવોર્ડ જીત્યો છે.

બિયોન્સેની વાત કરીએ તો તેણે એલિસન ક્રાઉનનો રેકોર્ડ તોડી દીધો છે. બિયોન્સે બ્લેક પરેટ (Black Parade) માટે બેસ્ટ અર એન્ડ બી પરફોર્મન્સ 'બ્રાઉન સ્કિન ગર્લ' (Brown Skin Girl) માટે બેસ્ટ મ્યૂઝિક વીડિયો અને સેવેજ (Savage) માટે બેસ્ટ રેપ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો છે.

સેવેજમાં બિયોન્સની સાથે મેગન સ્ટાલિયન પણ શામેલ છે.
Published by: Margi Pandya
First published: March 15, 2021, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading