B'day Spl: પ્રથમ પતિ સાથે છૂટાછેડા, બાદ 4 વર્ષ નાના આશુતોષ રાણા સાથે પરણી રેણુકા


Updated: March 27, 2021, 12:42 PM IST
B'day Spl: પ્રથમ પતિ સાથે છૂટાછેડા, બાદ 4 વર્ષ નાના આશુતોષ રાણા સાથે પરણી રેણુકા
(photo credit: instagram/@renukash710)

રેણુકા અને વિજયના છૂટાછેડા થયા બાદ રેણુકાના જીવનમાં આશુતોષ રાણાની એન્ટ્રી થઇ. આશુતોષ અને રેણુકાની લવસ્ટોરી ફિલ્મી લવસ્ટોરીથી કંઇ કમ નથી

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે બૉલીવુડ એક્ટ્રેસ રેણુકા શહાણેનો જન્મ દિવસ છે. તમને યાદ હશે કે ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં સલમાન ખાનની ભાભી બનીને તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ બાદ તેમને સલમાનની ભાભી તરીકે ઓળખવા લાગ્યા હતા. રેણુકાએ મરાઠી ફિલ્મો સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરમાં રેણુકાએ ડાયરેક્શન ક્ષેત્રે પગ મુક્યો છે.

રેણુકા તેની અભિનય કળા સાથે પોતાના બેબાક અંદાજ માટે પણ જાણીતી છે. રેણુકા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. રેણુકાની પ્રોફેશનલ લાઈફ અને તેની આશુતોષ રાણા સાથેની લવ લાઈફ ખૂબ ચર્ચિત છે. રેણુકાએ 'ધ કપિલ શર્મા શો'માં પોતાની પર્સનલ લાઈફ અંગે ખુલ્લા મનથી વાત કરી હતી.

રેણુકાએ ધ કપિલ શર્મા શોમાં કરેલો લવ લાઈફ અંગેનો ખુલાસો દર્શકો માટે મોટી સરપ્રાઈઝ હતી. ઉલ્લેખનીય છે કે, આશુતોષ રાણા રેણુકાની લાઈફમાં વિજય કેનકરે બાદ આવ્યા હતા. રેણુકાના પ્રથમ લગ્ન મરાઠી થિયેટરના ડાયરેક્ટર વિજય કેનકરે સાથે થયા હતા. પરંતુ બંનેના સંબંધો લાબું ન ટક્યા અને બંનેએ છૂટાછેડા લીધા હતા.

(photo credit: instagram/@renukash710)


રેણુકા અને વિજયના છૂટાછેડા થયા બાદ રેણુકાના જીવનમાં આશુતોષ રાણાની એન્ટ્રી થઇ. આશુતોષ અને રેણુકાની લવસ્ટોરી ફિલ્મી લવસ્ટોરીથી કંઇ કમ નથી. આશુતોષને પહેલી જ નજરમાં રેણુકા સાથે પ્રેમ થઇ ગયો હતો, તો બીજી તરફ રેણુકા માટે આશુતોષનું નામ નવું હતું. આશુતોષે રેણુકાને પ્રથમ મુલાકાતમાં જ જણાવી દીધું હતું કે તેઓ તેના ખુબ મોટા પ્રશંસક છે.

બંનેની મુલાકાત હંસલ મહેતાની ફિલ્મની શૂટિંગ દરમિયાન થઇ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા. આશુતોષે ત્યારબાદ રેણુકાને દિવાળીની શુભકામનાઓ આપવા કોલ કર્યો હતો, પરંતુ બંને વચ્ચે વાત ન થઇ શકી. બીજા દિવસે રેણુકાએ આશુતોષને કૉલબૅક કર્યો, જે બાદ કોલનો સિલસિલો યથાવત રહ્યો. બંનેની મિનિટોની વાતો કલાકો સુધી ચાલતી રહી. મહિનાઓ બાદ બંને ફરીથી મળ્યા અને આશુતોષ રેણુકાનું દિલ જીતવામાં સફળ રહ્યા. જે બાદ બંનેએ એકબીજા સાથે 2001માં લગ્ન કર્યા હતા.
First published: March 27, 2021, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading